મધ્યપ્રદેશના છતરપુરના બાગેશ્વર ધામમાંથી પોલીસે રાજજન ખાન નામના શખ્સની ધરપકડ કરી છે. તે દેશી બનાવટની પિસ્તોલ લઈને ફરી રહ્યો હતો ત્યારે ભક્તોએ તેને જોયો. તેમણે તરત જ સ્થાનિક પોલીસ સ્ટેશનની પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને હથિયાર સાથે યુવકની ધરપકડ કરી હતી.
ભક્તોએ પોલીસને જણાવ્યું કે બાગેશ્વર ધામ મંદિરના પરિક્રમા રૂટ પર એક વ્યક્તિ ફરી રહ્યો હતો. તે હથિયાર લઇને જતો જોવા મળી રહ્યો છે. આ સાંભળીને બામિથા પોલીસ સ્ટેશનની પોલીસ બાગેશ્વર ધામ પહોંચી હતી અને યુવકને પોતાના કબ્જામાં લીધો હતો. પોલીસે તેની તલાશી લેતા તેની પાસેથી 315 બોરની પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા.





