વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવમા યોગ દિવસ નિમિત્તે સંયુક્ત રાષ્ટ્રમાં આયોજિત યોગ સત્ર દરમિયાન ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. તેઓ વિશ્વના એકમાત્ર એવા વડાપ્રધાન બન્યા છે જેમણે આટલી મોટી સંખ્યામાં વિદેશી પ્રતિનિધિઓ સામે યોગ કર્યા છે.
યુનાઈટેડ નેશન્સનું હેડક્વાર્ટર, ન્યુ યોર્કમાં સ્થિત છે અને તમામ દેશોમાં ઓફિસો ધરાવે છે. આવી સ્થિતિમાં, જ્યારે નવમા યોગ દિવસ નિમિત્તે યુએનમાં એક વિશેષ યોગશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે લગભગ તમામ દેશોના રાજદ્વારીઓએ તેમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચ સ્તરીય અધિકારીઓ ઉપરાંત, વિવિધ દેશોના રાજદ્વારીઓ અને વિશ્વભરની અગ્રણી હસ્તીઓ હાજર રહી હતી. આ જ કારણ છે કે આ યોગશાળાનું નેતૃત્વ કરી રહેલા પીએમ નરેન્દ્ર મોદીએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.
સંયુક્ત રાષ્ટ્રમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન તેમને આ ઉપલબ્ધિ માટે એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.
PMએ કહ્યું કે, યોગ ભારતમાંથી આવ્યો છે પરંતુ તે પણ પ્રકારના કોપીરાઈટથી મુક્ત છે. તેના માટે કોઈ પેટન્ટ નથી, કે તેના બદલામાં રોયલ્ટીના પૈસા ચૂકવવાની કોઈ જરૂર નથી.