અમિતાભ બચ્ચન જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાતા હતા, ત્યારે જયા હનુમાન ચાલીસા વાંચી રહી હતી ત્યારે થયો આ ચમત્કાર…
અમિતાભ બચ્ચનના જીવનમાં એક એવો સમય હતો.. જ્યારે તેઓ જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ લડી રહ્યા હતાં. જી હા અમિતાભ બચ્ચન પોતાની એક ફિલ્મના શૂટિંગ દરમિયાન એવી દુર્ઘટનાનો શિકાર બન્યા હતા, જેના કારણે તેઓ પોતાનો જીવ પણ જઈ શકતો હતો… આ ફિલ્મ હતી ‘કુલી’ જે વર્ષ 1982માં રિલીઝ થઈ હતી… જેમાં અમિતાભ બચ્ચન અને પુનીત ઈસાર પર એક ફાઈટ સીન શૂટ થઈ રહ્યો હતો. આ સીન દરમિયાન પુનીતનો મુક્કો આકસ્મિક રીતે અમિતાભ બચ્ચનના પેટમાં વાગી ગયો, જેના કારણે તેનુ આંતરડુ ફાટી ગયુ અને પેટમાં ઊંડો ઘા લાગ્યો હતો…
અમિતાભને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, અનેક ઓપરેશન કરવામાં આવ્યા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પુનીતના આ મુક્કાથી અમિતાભનું પેટ ફાટી ગયું હતું. અભિનેતાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.. જ્યાં તેના અનેક ઓપરેશન કરવામાં આવ્યા. કહેવાય છે કે એક સમય એવો હતો જ્યારે ડોક્ટરોએ હાર માની લીધી હતી. એટલે કે અમિતાભ બચ્ચનને કોઈ ચમત્કાર જ બચાવી શકે.
એક ચમત્કાર થયો અને અમિતાભની તબિયત સારી થવા લાગી.
કહેવાય છે કે અમિતાભને મળવા આવેલી પત્ની જયા બચ્ચન સતત હનુમાન ચાલીસાનો પાઠ કરતી હતી. જયાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે અમિતાભ ઓપરેશન થિયેટરમાં હતા ત્યારે ડોક્ટર્સ તેમનો જીવ બચાવવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા હતા. જયાએ જોયું કે ડૉક્ટર અમિતાભની છાતીમાં પમ્પ કરી રહ્યા હતા જ્યારે નર્સ ઈન્જેક્શન આપી રહી હતી. આ દરમિયાન જયા બચ્ચન હનુમાન ચાલીસાનો પાઠ કરી રહી હતી. દરમિયાન, અભિનેત્રીએ જોયું કે અમિતાભ બચ્ચન તેના અંગૂઠાને હલાવી રહ્યાં હતા.. તે એક સકારાત્મક સંકેત હતો… મીડિયા રિપોર્ટ્સ અનુસાર જયાએ ત્યારબાદ ડોક્ટર્સને આ વિશે જણાવ્યું અને ત્યારબાદ ધીરે ધીરે અમિતાભની તબિયતમાં સુધારો થવા લાગ્યો.