રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે.રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સૌથી મોટી મુશ્કેલીમાં છે. એવી આશંકા છે કે, રશિયામાં બળવો થઈ શકે છે. આ સાથે ક્રેમલિનની સુરક્ષા માટે મોસ્કોમાં ટેન્ક તૈનાત કરવાની માહિતી મળી છે. સમાચાર એજન્સી TASS એ એક સ્ત્રોતને ટાંકીને જણાવ્યું હતું કે, સેન્ટ્રલ મોસ્કોમાં શનિવારે વહેલી સવારે લશ્કરી વાહનો જોવા મળ્યા હતા.
મીડિયા અહેવાલો મુજબ પુતિનની પ્રાઈવેટ મિલિશિયા વૈગનર ગ્રુપે બળવો કરવાનો નિર્ણય લીધો છે. વૈગનર ગ્રુપ અને રશિયન સૈન્ય વચ્ચે તણાવ ઉભો થયો છે. રશિયા સાથે જોડાયેલા આતંકવાદી જૂથના નેતા યેવજેની પ્રિગોઝિને મોસ્કોને સજા કરવાની અને બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિનને વૈગનરના બોસ યેવજેની પ્રિગોઝિન દ્વારા સશસ્ત્ર બળવાના પ્રયાસ વિશે નિયમિતપણે માહિતી આપવામાં આવે છે. ક્રેમલિને કહ્યું કે,.પુતિનને આ મામલે સંરક્ષણ મંત્રાલય, આંતરિક બાબતોના મંત્રાલય અને નેશનલ ગાર્ડ પાસેથી સતત માહિતી મળી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વૈગનર ગ્રુપના લીડર યેવજેની પ્રિગોઝિને યુક્રેનના બખ્મુતમાં વેગનર ટ્રેનિંગ કેમ્પ પર મિસાઈલ હુમલા માટે ક્રેમલિનને જવાબદાર ગણાવ્યું છે. આ હુમલામાં વેગનરના ઘણા લડવૈયા માર્યા ગયા હતા. પ્રિગોઝિને શપથ લીધા, “અમે મોસ્કો જઈ રહ્યા છીએ, અને જે કોઈ અમારા કેન્દ્રોમાં પ્રવેશ કરશે તેને જવાબદાર ગણવામાં આવશે.”
વૈગનર ગ્રુપના પ્રવક્તાઓ દ્વારા બહાર પાડવામાં આવેલા ઑડિયો સંદેશાઓની શ્રેણીમાં પ્રિગોઝિને કહ્યું, તેઓએ (રશિયાની સૈન્ય) અમારા શિબિરો પર મિસાઈલ હુમલા કર્યા, જેમાં મોટી સંખ્યામાં અમારા લડવૈયાઓ, અમારા સાથીઓ માર્યા ગયા. તેમણે કહ્યું, ‘પીએમસી વૈગનરની કાઉન્સિલ ઓફ કમાન્ડરોએ નિર્ણય લીધો છે. દેશની સૈન્ય નેતૃત્વ જે દુષ્ટતા લાવે છે તે બંધ થવી જોઈએ.’ આ સાથે કહ્યું, કે, જે કોઈ પ્રતિકાર કરશે-અમે તેને ખતરો ગણીશું અને તરત જ તેનો નાશ કરીશું. આપણે આ સમસ્યાનો અંત લાવવાની જરૂર છે. આ લશ્કરી બળવા નથી, પરંતુ ન્યાયની કૂચ છે.