શહેરના લિંબાયત વિસ્તારમાં આજે એક યુવતીના લગ્ન હતા. લગ્ન દરમિયાન લગ્નમંડપમાં જ પિતરાઈ ભાઈ દ્વારા ચપ્પુ વડે હુમલો કરી બહેનની હત્યા કરવામાં આવી હતી. ઘટનાને લઇ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ હત્યારા ભાઈ હિમ્મત સોનવનેની ધરપકડ કરી હતી. બહેને પરિવાર વિરુદ્ધ જઈ ચાર મહિના પહેલા ભાગીને લગ્ન કરી દીધા હતા. જો કે, પરિવારની નારાજગી વચ્ચે આજે રીતિરિવાજ મુજબ લગ્ન હતા, તે દરમિયાન ભાઈએ બહેનની હત્યા કરતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.
સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા રંગીલાનગરમાં બનેલી હત્યાની ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જે યુવતીના લગ્ન થવાના હતા, તે યુવતી ઉપર ચકુ વડે હુમલો કરાતા તેનું સારવાર દરમિયાન મોત થયું છે. યુવતીની હત્યા કરનાર અન્ય કોઈ નહીં પણ તેનો પિતરાઇ ભાઈ જ છે. આ યુવતીએ રે ચાર-છ મહિના પહેલા એક યુવક સાતે ભાગીને લગ્ન કરી લીધા હતા જેના કારણે પરિવારમાં નારાજગી હતી. જે બાદ પરિવારે રાજીખુશીથી રીતિરિવાજ મુજબ લગ્ન કરાવવાની તૈયારી બતાવી હતી.
યુવતીના લગ્નને લઇને મંડપ બંધાઇ ગયો હતો. લગ્ન મંડપમાં પીઠી ચાલી રહી હતી, તે દરમિયાન જ યુવતીનો પિતરાઇ ભાઇ ત્યાં આવી પહોંચ્યો હતો અને યુવતી પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. આ સમયે લોકોએ પિતરાઇ ભાઇને પકડી લીધો હતો અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.



