યુએસ કોસ્ટ ગાર્ડે 28 જૂનના રોજ માહિતી આપી હતી કે તેઓએ સંભવતઃ ટાઇટન સબમરીનના ભંગારમાંથી માનવ અવશેષો મેળવ્યા છે. યુએસ કોસ્ટ ગાર્ડે માહિતી આપી હતી કે તે માનવ અવશેષોને અમેરિકા પરત લાવી રહ્યા છે.
ટાઇટેનિકનો કાટમાળ જોવા માટે, વિશ્વના પાંચ અબજોપતિઓ 18મી જૂને ટાઇટન સબમરીનમાં સમુદ્રમાં ઉતર્યા હતા. જોકે, દરિયામાં ઉતર્યાના 2 કલાક બાદ જ તેમનો સંપર્ક તૂટી ગયો હતો. તેને શોધવા માટે અમેરિકા, કેનેડા, ફ્રાન્સ અને બ્રિટનના કોસ્ટ ગાર્ડ એકઠા થયા હતા. દરમિયાન, 22 જૂનના રોજ, એવી જાહેરાત કરવામાં આવી હતી કે સબમરીનમાં વિસ્ફોટ થયો હતો અને તેમાં સવાર તમામ પાંચ લોકો મૃત્યુ પામ્યા હતા.
ટાઇટન સબમર્સિબલનો ભંગાર બુધવારે 28 જૂનના રોજ જમીન પર પાછો લાવવામાં આવ્યો હતો. કોસ્ટ ગાર્ડે કહ્યું કે તેણે સમુદ્રતળમાંથી કાટમાળ અને પુરાવાઓ મેળવ્યા છે. આ કાટમાળમાં માનવ અવશેષો પણ સામેલ છે. આ દરમિયાન યુએસ કોસ્ટ ગાર્ડના ચીફ કેપ્ટન જેસન ન્યુબાઉરે એક નિવેદનમાં કહ્યું કે હું આ જરૂરી પુરાવાઓને પુનઃપ્રાપ્ત કરવામાં તમામ આંતરરાષ્ટ્રીય અને આંતર-એજન્સી સપોર્ટ માટે આભારી છું.
યુએસ કોસ્ટ ગાર્ડના વડા કેપ્ટન જેસન ન્યુબાઉરે જણાવ્યું હતું કે ભંગારમાંથી મળેલા પુરાવા આંતરરાષ્ટ્રીય તપાસકર્તાઓને વિવિધ પ્રકારની માહિતી એકત્ર કરવામાં મદદ કરશે. જે આવનારા સમયમાં ઘણા કારણોને સમજવામાં મદદ કરશે. આ ઉપરાંત, આવા પુરાવાઓને કારણે, આવી દુર્ઘટના ફરીથી ન બને તે સુનિશ્ચિત કરવામાં મદદ મળશે. કેનેડિયન જહાજ હોરાઇઝન આર્કટિક દ્વારા માનવરહિત આરઓવીને ટાઇટેનિકના ભંગાર નજીક સમુદ્રના તળ પર સબમરીનના ટુકડાઓ શોધવા માટે મોકલવામાં આવ્યું હતું. આ અકસ્માતમાં માર્યા ગયેલા અબજોપતિઓના અવશેષો ખૂબ જ ખરાબ હાલતમાં મળી આવ્યા હતા.





