Monday, April 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

22 કલાકમાં જૂનાગઢમાં 10 ઈંચથી વધુ વરસાદ : ચારે તરફ પાણી જ પાણી

સુરતના મહુવામાં 7.3 ઈંચ, ગીર સોમનાથના તલાલામાં 6.1 ઈંચ

aaspassdaily by aaspassdaily
2023-06-30 11:18:44
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં ચોમાસાની શરુઆત સાથે જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરુ કરી દીધી છે. 29મી તારીખના સવારના 6 વાગ્યાથી 30મીના સવારના 4 વાગ્યા સુધીમાં સૌથી વધુ જૂનાગઢમાં 10 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. આ સિવાય સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ સહિત દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નર્મદામાં સારા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે. રાજ્યના ઉત્તર તથા ઉત્તર પૂર્વના ભાગોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધમધોકાર વરસાદ પડી રહ્યો છે આવામાં જૂનાગઢ તાલુકામાં પાછલા 22 કલાકમાં સૌથી વધુ 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. ગીરનાર પર્વત પરથી તળેટીમાં જળાભિષેક થતો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. આ સિવાય જૂનાગઢમાં ઠેરઠેર ભારે વરસાદના કારણે નદી, નાળા તથા તળાવ સહિતની જગ્યાઓ પર નવા જળ આવ્યા છે.
સુરતના મહુવામાં 7.3 ઈંચ, તાપીના વાલોડમાં 6.8 ઈંચ અને વ્યારામાં 6.4 ઈંચ વરસાદ ખાબક્યો છે. 29મી જૂને રાજ્યના સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે. જેમાં ગીર સોમનાથના તલાલામાં 6.1 ઈંચ અને સુત્રાપાડામાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના મેંદરડામાં 5.9 ઈંચ અને ભેસાણમાં 5.4 ઈંચ વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વાવાઝોડા દરમિયાન ભારે વરસાદ નોંધાયો હતો તે પછી ફરી એકવાર ચોમાસાની શરુઆત સાથે ભારે વરસાદ જામ્યો છે.
સુરેન્દ્રનગરના ચોટીલામાં 5.3 ઈંચ વરસાદ થયો હતો, જૂનાગઢના વિસાવદરમાં 5.3 ઈંચ વરસાદ, રાજકોટના ધોરાજીમાં પણ 5.3 ઈંચ વરસાદ થયો છે. નર્મદાના તિલકવાડામાં 5.1 ઈંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. જેમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો. જ્યારે સાબરકાંઠા, વડોદરા, ડાંગ, મોરબી, ભાવનગર, જામનગરમાં પણ સારા પ્રમાણમાં વરસાદ થયો હતો.
આજે દક્ષિણ ગુજરાતના વલસાડ, નર્મદા, તાપીમાં અતિભારે વરસાદ રહેવાની સંભાવનાઓ છે. જ્યારે કાલ-પહેલી જુલાઈએ ભારે વરસાદની સંભાવનાઓ છે. સૌરાષ્ટ્ર કચ્છ સિવાયના રાજ્યના અન્ય ભાગોમાં કે 2-3 જુલાઈએ ભારે વરસાદની આગાહી નથી, કારણ કે જે વરસાદ આપતી સિસ્ટમ છે તે નબળી પડી જશે.

Previous Post

ભારે સુરક્ષા વચ્ચે અમરનાથ યાત્રાની પહેલી ટૂકડી રવાના

Next Post

કેબિનેટમાં ફેરબદલની અટકળો

aaspassdaily

aaspassdaily

Related News

આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

રાજકોટના પદયાત્રીઓને ટ્રકે અડફેટે લેતા ૭ યાત્રીઓના મોત

April 13, 2026
અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનમાં મોટી ખામીઓ હોવાનો અમેરિકન એવિયેશન સેફ્ટી ગ્રૂપનો દાવો
તાજા સમાચાર

અમદાવાદ વિમાની દુર્ઘટનાના પીડિત પરિવારો એક વર્ષ પછી પણ ન્યાયથી વંચિત

April 11, 2026
તાજા સમાચાર

ધોલેરા – સાણંદમાં નિર્માણ થશે ઈન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક

April 11, 2026
Next Post
કેબિનેટમાં ફેરબદલની અટકળો

કેબિનેટમાં ફેરબદલની અટકળો

સાહિત્ય અકાદમી યુવા ગૌરવ એવોર્ડ: સંસ્કૃતમાં થઈ કાર્યક્રમની શરુઆત, દીપ પ્રાગટ્યને બદલે હવન દ્વારા પ્રારંભ

સાહિત્ય અકાદમી યુવા ગૌરવ એવોર્ડ: સંસ્કૃતમાં થઈ કાર્યક્રમની શરુઆત, દીપ પ્રાગટ્યને બદલે હવન દ્વારા પ્રારંભ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.