Monday, April 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ફ્રાન્સમાં સતત ત્રીજા દિવસે તોફાનો

પ્રદર્શનકારીઓએ ૫૦૦ જેટલી ઈમારતોને આગ લગાવી દીધી : ૨૦૦૦ કાર સળગાવી દેવાઈ

aaspassdaily by aaspassdaily
2023-07-01 10:19:38
in આંતરરાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પેરિસમાં છોકરાની હત્યા બાદ ફ્રાન્સમાં રમખાણો ફાટી નીકળ્યા છે. સતત ત્રીજા દિવસે તોફાનો થયા હતા અને તંગદિલીનો માહોલ યથાવત રહ્યો હતો. પોલીસે ૬૦૦ પ્રદર્શનકારીઓની ધરપકડ કરી છે. પોલીસ અને પ્રદર્શનકારીઓના સામ-સામા ઘર્ષણમાં ૨૦૦ કરતાં વધુ પોલીસ જવાનોને ઈજા પહોંચી છે. ફ્રાન્સના માર્શેલી શહેરમાં આવેલી સૌથી વિશાળ લાઈબ્રેરીને આગ લગાવી દેવાઈ હતી. પ્રદર્શનકારીઓએ ત્રણ દિવસમાં ૫૦૦ જેટલી ઈમારતોને આગ લગાવી દીધી હતી.
ફ્રાન્સમાં ૧૭ વર્ષના મુસ્લિમ છોકરાને ટ્રાફિક સિગ્નલ પર રોકીને ગોળી મારી દેવાઈ હતી. એ ઘટના પછી ફ્રાન્સમાં તોફાનો ફાટી નીકળ્યા છે. પ્રદર્શનકારીઓ બેકાબૂ બન્યા છે અને પેરિસ સહિતના મોટાભાગના શહેરોમાં હિંસક પ્રદર્શનો કરી રહ્યાં છે. પ્રદર્શનકારીઓમાં મોટાભાગના ટીનેજર્સ હોવાનું પણ કહેવાય છે. પ્રદર્શનકારીઓએ ત્રણ દિવસથી ઠેર-ઠેર આગજની કરી હતી. ૫૦૦ ઈમારતોને આગ લગાવી હતી. આગજનીની કુલ ૩૮૮૦ ઘટનાઓ નોંધાઈ હતી. ૨૦૦૦ કાર સળગાવી દેવાઈ છે. ઠેર-ઠેર આગ લાગી હોવાના કારણે ફ્રાન્સના શહેરોમાં યુદ્ધ જેવી સ્થિતિ થઈ ગઈ છે.
ફ્રાન્સની સૌથી વિશાળ લાઈબ્રેરીને આગ હવાલે કરાઈ તેનો વીડિયો વાયરલ થયો હતો. હજારો પુસ્તકો આ આગમાં ખાક થઈ ગયા હતા. પ્રદર્શનકારીઓ બેફામ બનતા તેને કાબૂમાં કરવા માટે પોલીસે ટીઅર ગેસના સેલ છોડયા હતા. તેના કારણે સામ-સામું ઘર્ષણ વધ્યું હતું. પોલીસ વિભાગના કહેવા પ્રમાણે ૨૦૦ પોલીસ જવાનો ઈજાગ્રસ્ત બન્યા છે. અસંખ્ય પોલીસ વાહનોમાં પણ તોફાની તત્વોએ આગ ચાંપી દીધી હતી.

Previous Post

ઈન્ટરનેટ યુગમાં બાળકો જલ્દી યુવાન થઈ રહ્યા છે

Next Post

હવે અમદાવાદીઓ સાબરમતી નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટની મજા માણશે

aaspassdaily

aaspassdaily

Related News

ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

શાંતિ મંત્રણાની નિષ્ફળતા અને ટ્રમ્પની ધમકીના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો

April 13, 2026
ટ્રમ્પે દ.આફ્રિકાથી નારાજ થઈને G-20 સમિટનો બહિષ્કાર કર્યો!
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ ખાડીને કોઇપણ ભોગે બંધ થવા નહીં દેવાય : ટ્રમ્પ

April 11, 2026
આંતરરાષ્ટ્રીય

યુએસ સ્પેસ એજન્સી નાસાનું આર્ટેમિસ મિશન સફળતાપૂર્વક પૂર્ણ

April 11, 2026
Next Post
હવે અમદાવાદીઓ સાબરમતી નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટની મજા માણશે

હવે અમદાવાદીઓ સાબરમતી નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટની મજા માણશે

સૌરાષ્ટ્ર- કચ્છમાં બારે મેઘ ખાંગા: વિસાવદરમાં 15 ઈંચ ,  જામનગરમાં 11

સૌરાષ્ટ્ર- કચ્છમાં બારે મેઘ ખાંગા: વિસાવદરમાં 15 ઈંચ , જામનગરમાં 11

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.