Saturday, May 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ ખાડીને કોઇપણ ભોગે બંધ થવા નહીં દેવાય : ટ્રમ્પ

dharmendravaghela by dharmendravaghela
2026-04-11 11:38:14
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવનો અંત લાવવા માટે આજે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં એક

ઐતિહાસિક બેઠક યોજાવા જઈ રહી છે. જોકે, આ બેઠક પૂર્વે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યંત કડક

વલણ અપનાવી ઇરાનને ગંભીર ચેતવણી આપી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ‘વ્યાપારિક દ્રષ્ટિએ અતિ

મહત્વના એવા ‘હોર્મુઝ સ્ટ્રેટ’ને કોઈપણ કિંમતે બંધ થવા દેવામાં આવશે નહીં.’
અહેવાલો અનુસાર, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ દરિયાઈ માર્ગની સુરક્ષા અંગે અમેરિકાની

મક્કમતા વ્યક્ત કરતા કહ્યું કે, ‘હોર્મુઝ સ્ટ્રેટ એક આંતરરાષ્ટ્રીય જળમાર્ગ છે અને ત્યાં કોઈને પણ મનસ્વી

રીતે કામ કરવાની મંજૂરી અપાશે નહીં. ઇરાન આ માર્ગ પરથી પસાર થતા જહાજો પર કોઈ પણ

પ્રકારનો કર કે ટોલ વસૂલવાનો પ્રયાસ ન કરે, અમેરિકા મુક્ત નેવિગેશન સુનિશ્ચિત કરવા સંપૂર્ણ સજ્જ

છે.’ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઇરાન લશ્કરી રીતે યુદ્ધ હારી ગયું છે, અને હવે અમારો ધ્યેય આ માર્ગને

સંપૂર્ણપણે ખુલ્લો રાખવાનો છે.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આ મેગા સંવાદનું મહત્ત્વ વિશ્વ સમક્ષ રજૂ કર્યું હતું. તેના મતે,

આ વાતચીત કાયમી યુદ્ધવિરામ માટેની છેલ્લી અને સૌથી મોટી તક છે. સમગ્ર મિડલ ઇસ્ટમાં શાંતિ આ

બેઠકના પરિણામ પર નિર્ભર છે. પાકિસ્તાન આ મહત્ત્વપૂર્ણ વાટાઘાટોનું યજમાન બનીને તણાવનો

કાયમી ઉકેલ શોધવા પ્રયાસ કરી રહ્યું છે.
જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું આ છેલ્લી બેઠક હશે, ત્યારે તેમણે સસ્પેન્સ જાળવી રાખ્યું હતું. તેમણે

અગાઉની અમેરિકાની સરકારો પર નિશાન સાધતા કહ્યું કે, ‘તેઓ 47 વર્ષથી ફક્ત વાતો કરી રહ્યા છે.

આજની બેઠક જ નક્કી કરશે કે આગળ શું થશે. આપણે જોવું પડશે કે આવતીકાલ શું લાવે છે.’
હોર્મુઝ સ્ટ્રેટ એ વિશ્વના ઓઈલ પુરવઠા માટેની મુખ્ય નળી સમાન છે. જો ત્યાં તણાવ વધે તો વૈશ્વિક

સ્તરે ઇંધણના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે. આ સંજોગોમાં શનિવારે યોજાનારી આ બેઠક માત્ર

રાજકીય નહીં પણ આર્થિક દ્રષ્ટિએ પણ અત્યંત નિર્ણાયક સાબિત થશે.

અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિઓ ચર્ચા માટે ઇસ્લામાબાદ પહોંચ્યા

ઇસ્લામાબાદમાં શાંતિ મંત્રણા માટે ઈરાનથી 6 મોટા ચહેરા ઈસ્લામાબાદ પહોંચ્યાં છે. આ ટીમનું નેતૃત્વ

ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી કરી રહ્યા છે, જેમની સાથે ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ

બાઘર ગાલિબાફ પણ છે. આ સાથે સુરક્ષા અને આર્થિક વિભાગોનું સંચાલન કરતા અલી અકબર

અહમદિયન અને અબ્દોલનાસર હેમ્માતી પણ આવ્યાં છે. વધુમાં ઈરાનના અનુભવી રાજદ્વારી માજિદ

તખ્ત-રવંચી અને સુરક્ષા નિષ્ણાત મોહમ્મદ બાઘર ઝોલઘદર પણ વાટાઘાટોમાં જોડાઈ શકે છે.

અમેરિકાની વાત કરવામાં આવે તો, અમેરિકાથી ચાર પ્રતિનિધિઓની ટીમ પાકિસ્તાન પહોંચી છે. મીડિયા

રિપોર્ટ્સ પ્રમાણે આ હાઇ-પ્રોફાઇલ ટીમનું નેતૃત્વ યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ કરી રહ્યા છે. તેમની

સાથે ડોનાલ્ડ ટ્રમ્પના વિશ્વાસુ અને જમાઈ જેરેડ કુશનર સામેલ છે. જેરેડ કુશનરે આ પહેલા અનેક મુખ્ય

કરારોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવેલી છે. મધ્ય પૂર્વ માટેના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને લશ્કરી

વ્યૂહરચનાકાર વાઇસ એડમિરલ બ્રેડ કૂપર પણ ઈરાન સાથેની આ ચર્ચાઓમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ

કરવાના છે.

Tags: strait of hormuztrumpUSA
Previous Post

યુએસ સ્પેસ એજન્સી નાસાનું આર્ટેમિસ મિશન સફળતાપૂર્વક પૂર્ણ

Next Post

ભારતે ઊર્જાના સ્ત્રોત અને તેના ભંડારમાં વિવિધતા લાવવી પડશે : ઓએનજીસી ચેરમેન

dharmendravaghela

dharmendravaghela

Related News

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ
તાજા સમાચાર

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ

May 21, 2026
ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી
આંતરરાષ્ટ્રીય

ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી

May 21, 2026
ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ
તાજા સમાચાર

ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ

May 21, 2026
Next Post
સૌરાષ્ટ્ર બેસીનમાં ઓઇલફિલ્ડ વિકસાવવા ONGC રિલાયન્સ અને BP સંયુકત રીતે કરશે બીડ

ભારતે ઊર્જાના સ્ત્રોત અને તેના ભંડારમાં વિવિધતા લાવવી પડશે : ઓએનજીસી ચેરમેન

ધોલેરા - સાણંદમાં નિર્માણ થશે ઈન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.