મનોરંજન જગતમાંથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. પંજાબી લોક ગાયક રણજિત સિદ્ધુએ આત્મહત્યા કરી લીધી છે. શુક્રવારે રાત્રે રેલવે ટ્રેક પાસે એક મૃતદેહ મળી આવ્યો હતો, પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ મૃતદેહ અન્ય કોઈ નહીં પણ રણજિત સિદ્ધુનો છે. જેઓ સુનામમાં રહેતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિંગરે સંબંધીઓથી કંટાળીને આત્મહત્યા કરી લીધી.
રણજિત સિદ્ધુના મોત કેસમાં જીઆરપી એસઆઈનું નિવેદન પણ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, જીઆરપી અને એસઆઈ જગવિંદર સિંહ અને નરદેવ સિંહે જણાવ્યું કે, પોલીસને શુક્રવારે રાત્રે રેલવે ટ્રેક પાસે એક મૃતદેહ મળ્યો. પોલીસે તપાસ કરી તો ખબર પડી કે આ લાશ બીજા કોઈની નહીં પણ નછતર સિંહના પુત્ર રણજિત સિંહની છે.
સિંગરની પત્નીએ શું કહ્યું?
રિપોર્ટ અનુસાર, રણજિત સિદ્ધુની પત્નીનું નિવેદન પણ સામે આવ્યું છે. સિંગરની પત્નીનો આરોપ છે કે, પતિનો સંબંધીઓ સાથે ઝઘડો ચાલતો હતો. તેમના સંબંધીઓ તેમને સતત ત્રાસ આપતા હતા. સ્વજનોથી કંટાળીને જ રણજિતે આપઘાત કર્યો હતો.
સ્વજનોથી કંટાળીને ગાયકે કરી આત્મહત્યા!
રણજિત સિદ્ધુની પત્નીએ પોલીસને જણાવ્યું કે, તેમણે થોડા સમય પહેલા જ પુત્રીના લગ્ન કર્યા હતા. ત્યારથી તેમનો સંબંધીઓ સાથે ઝઘડો ચાલતો હતો. હાલ પોલીસે કેસ નોંધી લીધો છે. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે.