ભૂજના ભાગોળે સેડાતા રોડ પાસે બે મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે આ મૃતદેહની જાણ પોલીસને થતા પોલીસ ટીમના કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર અંદાજિત 25 થી 30 વર્ષના બે યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. આ યુવકોએ આત્મહત્યા કરી લીધી હોવાની અટકળો હાલ ચાલી રહી છે.
એક યુવક ભૂજ શહેરનો છે તો બીજા સામત્રા ગામનો હોવાનું બહાર આવ્યો છે. પોલીસ હાલ આજુબાજુના લોકોને પુછપરછ કરીને આ મૃતદેહ વિશે તમામ માહિતી મેળવવા પ્રયાસ કરી રહી છે. પોલીસ હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે, પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જ ખબર પડશે કે આપઘાત કર્યો છે કે હત્યા થઇ છે. હાલ પોલીસ આ કેસ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે.