મહારાષ્ટ્રના રાજકારણમાં એનસીપીમાં રાજકીય ખેંચતાણ બાદ હવે બેંગલુરૂમાં ૧૩-૧૪ જુલાઈના રોજ યોજાનારી વિપક્ષી મહાજૂથની બેઠક પણ સ્થગિત કરવામાં આવી છે. જેડીયુના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીએ બેઠક મુલતવી રાખવાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું છે કે હાલ માટે આ બેઠક રદ કરવામાં આવી છે. નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. સંસદનું ચોમાસુ સત્ર પૂરૂં થયા બાદ આ બેઠક યોજાય તેવી શક્યતા છે.
માનવામાં આવી રહ્યું છે કે બિહાર વિધાનસભા અને કર્ણાટક વિધાનસભાના ચોમાસુ સત્રની બેઠક સ્થ્ગિત થવાના કારણે આ બેઠક સ્થવગિત કરવામાં આવી છે. બિહાર વિધાનસભાનું ચોમાસું સત્ર ૧૦ થી ૨૪ જુલાઈ સુધી ચાલવાનું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જેડીયુએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને બેઠક સ્થયગિત કરવા વિનંતી કરી હતી, ૨૩ જૂને પટનામાં ૧૫ વિપક્ષી પાર્ટીઓની એકતા બેઠક યોજાઈ હતી. જેમાં મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, એમકે સ્ટા૫લિન સહિત છ રાજયોના સીએમ અને અખિલેશ યાદવ, ઉદ્ધવ ઠાકરે, મહેબૂબા મુફતી સહિત ૫ રાજયોના પૂર્વ સીએમ સામેલ હતા. આ બેઠકમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યદક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર હતા.
બેઠકમાં ૨૦૨૪ની લોકસભા ચૂંટણી અને પીએમ નરેન્દ્રઅ મોદી અને ભાજપને સત્તા પરથી હટાવવા અંગેની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ તમામ નેતાઓએ સંયુક્તદ પત્રકાર પરિષદ પણ યોજી હતી. જેમાં તમામ નેતાઓએ કહ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીમાં એકતા પર સહમતિ સધાઈ છે. બિહારના મુખ્યતમંત્રી નીતિશ કુમારે પ્રેસ કોન્ફંરન્સાને સંબોધતા કહ્યું હતું કે બધાએ સાથે મળીને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. આ બેઠકમાં જ નક્કી કરવામાં આવ્યું હતું કે આવતા મહિને યોજાનારી બીજી બેઠકમાં તેને આખરી ઓપ આપવામાં આવશે. બીજી બેઠકમાં બેઠક વહેંચણી પર પણ ચર્ચા થવાની હતી. છેલ્લી બેઠકમાં સાથે મળીને ચાલવા પર સહમતી થઈ હતી. આ પછી હવે પછીની બેઠકમાં નક્કી થવાનું હતું કે કોણ ક્યાંથી લડશે.