Friday, April 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

પાકિસ્તાનથી આવેલાહિન્દુ ૧૩૨ ડોક્ટર્સએ એનએમસી એક્ઝામ પાસ કરી

માઈગ્રેટ પાર્ક- હિન્દુ ડોક્ટર્સ આભાર સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રહ્યા હાજર : ગુજરાતમાં કુલ ૩૨ ડોક્ટર આરોગ્ય ક્ષેત્રમાં પોતાની સેવાઓ આપશે

aaspassdaily by aaspassdaily
2023-07-04 11:22:31
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુરુપૂર્ણિમાના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘માઇગ્રન્ટ પાક હિંદુ ડોક્ટર્સ રજીસ્ટ્રેશન આભાર સમારોહ’માં સૌને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, આજનો દિવસ ગુરૂજનોને સમર્પિત હોય છે. ગુરુ એટલે એવી વ્યક્તિ જેમણે અંધકારમાંથી ઉજાસ તરફની યાત્રા કરાવી હોય છે. આજનો આ અવસર આપણા માટે એટલો જ મહત્વનો છે કેમ કે મેડિકલ -આરોગ્ય ક્ષેત્ર પણ એવું સેવાક્ષેત્ર છે જ્યાં દર્દીને દુઃખ-રોગના અંધકારમાંથી બહાર લાવીને ડોક્ટર સ્વાસ્થ્ય અને તંદુરસ્તીના ઉજાસભર્યા જીવન તરફ લઈ જાય છે.
તેમણે કહ્યું કે આજે અહીં ઉપસ્થિત ડોક્ટર્સ તો એવા તબીબો છે જેમણે ખુદ પણ અંધકારથી ઉજાસ તરફની સફળ યાત્રા કરી છે અને હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતમાં કાયમી વસવાટ અને આરોગ્ય સેવા કરવા માટે તૈયાર થયા છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ત્યારે પાકિસ્તાનથી આવેલા આ હિન્દુ ભાઈઓ- બહેનો ભારત અને એમાંય ખાસ કરીને ગુજરાતની જનતાની આરોગ્ય સેવા માટે સક્ષમ બની અહીં આવ્યા છે, આમ સૌ નોબલ પ્રોફેશન સાથે નોબલ કોઝથી ભારતમાં આવ્યા છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું
મુખ્યમંત્રી વધુમાં કહ્યું કે ભારતમાં વડાપ્રધાનશ્રીએ ભારતીય ગૌરવ, સંસ્કૃતિના પુન:સ્થાપન અને સનાતન ધર્મની સેવાનું કાર્ય કર્યું છે. નરેન્દ્ર મોદીએ સૌ ભારતીયોના હૃદયસ્થ પ્રભુ શ્રી રામની જન્મભૂમિ પર ભવ્ય રામ મંદીરના નિર્માણનો પ્રારંભ કરાવ્યો છે. એટલું જ નહીં અયોધ્યાના રામ મંદીરના દ્વાર આવતા વર્ષે ભાવિક ભક્તો માટે વિધિવત ખુલ્લા મુકવામાં આવશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે, માઈગ્રેટ પાર્ક- હિન્દુ ડોક્ટર્સ આભાર સમાંરોહ અંતર્ગત કુલ ૧૩૨ ડોક્ટર્સએ એનએમસી એક્ઝામ પાસ કરી છે અને રજીસ્ટ્રેશન કરાવ્યું છે. એટલું જ નહીં ગુજરાતમાં કુલ ૩૨ ડોક્ટર આરોગ્ય ક્ષેત્રમાં પોતાની સેવાઓ આપશે.
આ અવસરે સાંસદ કિરીટભાઇ સોલંકી, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહક દત્તાત્રેય હોસબોલેજી, ગુજરાત મેડીકલ કાઉન્સિલના પ્રેસિડેન્ટ , માઈગ્રેટ પાક-હિન્દુના સંયોજક રાજેશ મહેશ્વરી તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous Post

દેશમાં ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય

Next Post

કેન્દ્ર સરકારે ગુજરાતને જીએસટી વળતર પેટે ₹ ૯,૦૨૧ કરોડ ચુકવ્યા

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ગૌણ સેવા પસંદગી મંડળની CCE પરીક્ષામાં CBRT પધ્ધતિ સામે ઉમેદવારોમાં વ્યાપક રોષ

April 7, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનામાં ચિંતાજનક વધારો

April 7, 2026
તાજા સમાચાર

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત અને રાજસ્થાન ટીમ વચ્ચે મુકાબલો

April 4, 2026
Next Post
કેન્દ્ર સરકારે ગુજરાતને જીએસટી વળતર પેટે  ₹ ૯,૦૨૧ કરોડ ચુકવ્યા

કેન્દ્ર સરકારે ગુજરાતને જીએસટી વળતર પેટે ₹ ૯,૦૨૧ કરોડ ચુકવ્યા

LPG સિલેન્ડરના ભાવમાં 4 મહિના બાદ થયો વધારો

LPG સિલેન્ડરના ભાવમાં 4 મહિના બાદ થયો વધારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.