આલિયા ભટ્ટ અને રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ ફરીથી રોમેન્ટિક અંદાજમાં સાથે જોવા મળી રહ્યા છે. 7 વર્ષ પછી કરણ જોહર કોઈ ફિલ્મને નિર્દેશિત કરી રહયા છે, જેથી આ ફિલ્મ કરણ જોહરના નિર્દેશન માટે કમબેકને લઈને પણ ચર્ચામાં છે. હાલમાં જ આ ફિલ્મનું ગીત ‘તુમ ક્યા મિલે’ રિલીઝ થયું હતું, જેને ચાહકોએ ઘણું પસંદ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટ અને રણવીર સિંહની જોડી અગાઉ ઝોયા અખ્તરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ગલી બોયમાં જોવા મળી હતી. આ એવી બીજી ફિલ્મ છે જેમાં રણવીર અને આલિયાની જોડી જોવા મળવાની છે. તેના પ્રથમ ટ્રેકની વાત કરીએ તો તેમાં કરણ જોહરની ફિલ્મોની સંપૂર્ણ ફીલ જોવા મળી રહી છે. જ્યાં અભિનેત્રી બરફની વચ્ચે શિફોન સાડીમાં ડાન્સ કરી રહી છે અને બંને પહાડોની વચ્ચે ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે. આ ફિલ્મ 28 જુલાઈએ રિલીઝ થશે.
અલગ જ અંદાજનું છે ટ્રેલર
આ ફિલ્મના ટ્રેલરમાં ઈમોશન, ડ્રામા અને મસાલા બધું જ જોવા મળી રહ્યું છે. ટ્રેલરમાં ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ અલગ-અલગ અવતારમાં બતાવવામાં આવી છે. ટ્રેલર જોઈને તમને ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ યાદ આવી જશે. આ કલરફુલ ટ્રેલરમાં આલિયા અને રણવીર વચ્ચેના પ્રેમ અને ઝઘડાઓને ખૂબ જ અલગ રીતે રજૂ કરવામાં આવ્યું છે. મેકર્સે ફિલ્મનું ટીઝર એવી રીતે બનાવ્યું છે કે દરેક સીનમાં સસ્પેન્સ જોવા મળે છે.
જણાવી દઈએ કે આલિયા ભટ્ટ દીકરીને જન્મ આપ્યા પછીની આ પહેલી ફિલ્મ છે, ત્યારે તેના ચાહકોની નજર તેના પર રહેશે. ત્યારે એવી ચર્ચાઓ છે કે તે ફરહાન અખ્તરની આગામી ફિલ્મ જી લે ઝરામાં જોવા મળશે. જયારે રણવીર સિંહે ફિલ્મ બેન્ડ બાજા બારાતથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું અને ત્યારથી જ ચર્ચાઓમાં રહે છે. ભૂતકાળમાં પણ તે એક મેગેજીન માટે ન્યૂડ ફોટોશૂટને લઈને ચર્ચાઓમાં આવ્યો હતો.