ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ બાદ હવે ફિલ્મ ’72 Hoorain’ને લઈને ઘણો વિવાદ થઈ રહ્યો છે. આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની સતત માંગ કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ મુંબઈ સ્થિત એક સામાજિક કાર્યકર્તાએ ’72 Hoorain’ ના નિર્માતાઓ વિરુદ્ધ પોલીસને લેખિત ફરિયાદ સબમિટ કરી છે, જેમાં તેમના પર એક સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો અને દેશને વિભાજીત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જણાવી દઈએ કે આ ફરિયાદ મુંબઈના ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી. તેમના વકીલ અલી કાશિફ ખાને જણાવ્યું કે કાર્યકર્તાએ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ને એક અલગ ફરિયાદ સબમિટ કરી છે, જેમાં ફિલ્મના પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે.
સેન્સર સર્ટિફિકેટ આપવાનો ઇનકાર
રિપોર્ટ અનુસાર, અધિકારીએ કહ્યું કે તેમને ફરિયાદ મળી છે, પરંતુ હજુ સુધી કોઈ એફઆઈઆર (ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ) નોંધવામાં આવી નથી. સંજય પુરણ સિંહ ચૌહાણની ફિલ્મ ત્યારથી વિવાદોમાં ફસાઈ ગઈ છે, જયારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ તેના ટ્રેલરને સેન્સર સર્ટિફિકેટ આપવાથી ઇન્કાર કરવાના અહેવાલ આવ્યા હતા. આ વિશે વાત કરતાં સહ-નિર્માતાએ અગાઉ આયોજિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મીડિયાને જણાવ્યું હતું કે સેન્સર બોર્ડે અમને ટ્રેલરમાંથી કેટલાક દ્રશ્યો અને શબ્દો દૂર કરવા કહ્યું છે, પરંતુ તેમને તે દ્રશ્યો ફિલ્મમાં રાખવામાં કોઈ વાંધો નથી. આ ફિલ્મ કોઈ ધર્મની વિરુદ્ધ નથી પરંતુ આતંકવાદ વિરુદ્ધ છે.
આ દિવસે રિલીઝ થયું હતું ટ્રેલર
તમને જણાવી દઈએ કે જે દિવસથી આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી જ આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ આતંકવાદ, ધર્મ પરિવર્તન અને બ્રેઈનવોશ કરીને નિર્દોષ લોકો પાસેથી ખોટું કામ કરનારા પર આધારિત છે. આ ફિલ્મ મુખ્યત્વે આતંકવાદ પર આધારિત છે. આ ફિલ્મનું ટ્રેલર 4 જૂન 2023ના રોજ રીલિઝ થયું હતું.