પ્લે બેક સિંગર્સ તથા ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ એવા સુખ્યાત કલાકારો સાથે મ્યુઝિકલ ઇવેન્ટના સફળ આયોજક ભુપત સાટીયા ફરી એકવાર આઠમી જુલાઈને શનિવારે દોસ્તાના મ્યુઝિકલ નાઈટ સાથે સુપરહિટ કલાકારોનો કાફલો લઈને શ્રોતાઓને ખુશ કરી દેવા તૈયાર છે.
‘હમ દિલ દે ચૂકે સનમ’ જેવી ફિલ્મના પ્લેબેક સિંગર મહમદ સલામત, ભાવનગરમાં ખૂબ જાણીતા અને પ્લેબેક સિંગર નયન રાઠોડ ઉપરાંત ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ જ્યોતિ ક્રિશ્ચન, મિતાલી નાગ, પ્રિયંકા બાસુ અને રુચિતા ભાયાણી સહિતના કલાકારોનો આ પાવરપેક્ડ કાર્યક્રમ ટિકિટ વિન્ડો ખૂલે તે પહેલા જ હાઉસપેક થઈ ગયો છે ત્યારે આયોજક ભુપત સાટીયાએ સહયોગી સંસ્થાઓ અને ભાવનગરની કલાપ્રેમી જનતાનો આભાર માન્યો છે.