ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે જામી રહ્યું છે તેની અસર રાજ્યની નદીઓની સાથે સાથે જ જળાશયોમાં પણ પાણીની આવક થઈ છે. રાજ્યના 207 જળાશયોમાં 45.49% જળ સંગ્રહ થયો છે. આ તરફ વરસાદની થોડા વિરામ બાદથી નદીના સાથે જળાશયોના જળસ્તર વધતાં તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 22.99% જળ સંગ્રહ જોવા મળ્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 35.16% જળ સંગ્રહ નોંધાયા છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 49.57% જળ સંગ્રહ થયેલો છે. આ સાથે જ રાજ્યની જીવાદોની સમાન સરદાર સરોવર ડેમમાં 56.52% જળ સંગ્રહ થયેલો છે. જેના કારણે ખેતીના સિંચાઈ માટેનું પૂરતું પાણી મળી રહેશે. તેમજ પીવાના પાણી માટેનો જથ્થો પણ મળી રહેશે. હાલમાં આગમી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે વચ્ચે રાજ્યના 25 જળાશયોમાં હાઈ એલર્ટ પર છે. જ્યારે 13 જળાશયોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ 12 જળાશયો વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે.