Sunday, April 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરમાં જાતિય પરિક્ષણ કરતો તબીબ રંગેહાથ પકડાયો

શાસ્ત્રીનગરના માધવ કોમ્પ્લેક્ષમાં અંકિત મેટરનીટી હોમ ધરાવતા ડોક્ટર પંકજ દોશીને જિલ્લા આરોગ્ય તંત્રની ટીમે આબાદ ઝડપ્યા : સોનોગ્રાફી મશીન સીલ કરાયું

aaspassdaily by aaspassdaily
2023-07-07 14:57:03
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર, તા.૭
સમાજમાં હજુ પણ કેટલાક લોકો દિકરો અને દિકરી વચ્ચે ભેદભાવ રાખી રહ્યા છે અને ગર્ભમાં જો દિકરી હોય તો તેને જન્મ પૂર્વે જ મોતના મુખમાં ધકેલી દેવા ખુદ તબીબોના સહયોગથી જ પાપ આચરી રહ્યા છે. સરકારે આ પાપને અટકાવવા જાતી પરિક્ષણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકેલો છે તેમ છતાં લોકો જેને ભગવાન માની રહ્યા છે તેવા (માત્ર) કેટલાક તબીબો જાતિ પરિક્ષણ કરી આપીને પછીથી પાપાચાર કરતા પણ અચકાતા નથી. ભાવનગર મહાપાલિકાના આરોગ્ય તંત્રને ઉંઘતું રાખી ભાવનગર જિલ્લાના આરોગ્ય તંત્રએ આજે શહેરમાં સુપર્બ ઓપરેશન પાર પાડી શાસ્ત્રીનગરમાં એક ડોક્ટરને જાતિય પરિક્ષણનું કૃત્ય આચરતા રંગેહાથ ઝડપી લેતા તબીબી જગતમાં ખળભળાટ મચી ગયો છે.


આ અંગે ઉપલબ્ધ વિગતો મુજબ ભાવનગરના શાસ્ત્રીનગરમાં આવેલ અંકિત મેટરનીટી હોમના ડોક્ટર પંકજ એચ.દોશી પૈસા લઇને ગેરકાયદે રીતે જાતિય પરિક્ષણ કરી આપતા હોવાની બાતમી મળી હતી. આથી જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ચંદ્રમણીકુમાર તથા જિલ્લા આર.સી.એસ. અધિકારી ડો.કોકીલાબેન સોલંકી, ડો.ચંદ્રકાંત કણઝરીયા ટીએચઓ સિહોર તથા આરોગ્ય વિભાગની ટીમે ડમી લાભાર્થીને મોકલી રોજકામ કરી સરકારી નાણા રૂ.૧૫ હજાર તેના આપ્યા હતાં. આજરોજ સવારે અંકિત મેટરનીટી હોમમાં ડમી લાભાર્થી ગયેલ અને ત્યારે તબીબે સામેથી જ સોનોગ્રાફી દ્વારા જાતિય પરિક્ષણ કરાવવા ઓફર આપી હતી આથી અગાઉથી નક્કી થયેલ મુજબ ડમી લાભાર્થીએ હા પાડતા તેની સોનોગ્રાફી કરી અને બાબો છે કે બેબી તે અંગેની સ્પષ્ટ જાણકારી આ તબીબે આપી હતી. આમ છટકુ સફળ રહ્યું હતું. આથી તુરંત જ આરોગ્ય અધિકારીની ટીમ હોસ્પટલમાં ઘુસી અને સરકારી નાણાં પુરાવા રૂપે કબ્જે લઇ અને સોનોગ્રાફી મશીન સીલ કર્યું હતું. હવે સોનોગ્રાફી મશીનને પરિક્ષણ અર્થે એફએસએલમાં મોકલવામાં આવશે.

તબીબે જાતિય પરિક્ષણ જ નહીં પરંતુ એબોર્શન કર્યાં હોવાની આશંકા
કેટલાક લોકો જાતિય પરિક્ષણ કરાવીને પછીથી જા દિકરી હોય તો તેને નથી ઇચ્છતા આથી ગર્ભમાં જ તેનો નિકાલ કરી દેવા પાપાચાર આચરે છે. આજે આરોગ્ય તંત્રની ઝપટે ચડેલા ડોક્ટર પંકજ દોશી જાતિય પરિક્ષણ કરી આપીને બાદમાં જરૂર પડ્યે એબોર્શન કરતા હોવાની તંત્રને આશંકા છે. આ દિશામાં આગળ તપાસ હાથ ધરાઇ છે.

ગેરકાયદે જાતિય પરિક્ષણ સંદર્ભે કોર્ટમાં કેસ કરાશે
ભાવનગર જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો.ચંદ્રમણીકુમારે ‘આસપાસ’ સાથેની ટેલિફોનીક વાતચિતમાં જણાવ્યું હતું કે, ડોક્ટર પંકજ એચ. દોશીને જાતિય પરિક્ષણ કરતા રંગેહાથ પકડી લેવાયા છે. હવે તેમની સામે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે.

Previous Post

આદિવાસી વિસ્તારોમાં વિકાસની નવી યાત્રા શરૂ થશે

Next Post

સસ્તા થઈ શકે છે સિનેમાઘરોમાં પોપકોર્ન, સમોસા અને કોલ્ડ ડ્રિંક્સ, આવતા સપ્તાહે આવી શકે છે GST પર મોટો નિર્ણય

aaspassdaily

aaspassdaily

Related News

4,000થી વધુ લોકોના લાયસન્સ રદ્ કરવાનો ગૃહમંત્રીએ કર્યો હુકમ
તાજા સમાચાર

નાયબ મુખ્યમંત્રી – યુથ આઇકોન હર્ષ સંઘવી કાલે ભાવનગરમાં

February 13, 2026
તાજા સમાચાર

દંપતીને 15 વર્ષે સંતાન સુખ મળ્યું, 4 બાળકો જન્મ્યા પરંતુ કઠણાઇએ કેડો ન મુક્યો; આખરે સર ટી. હોસ્પિટલની ટીમ વ્હારે આવી

February 7, 2026
તાજા સમાચાર

ભાવનગરમાં આવી પડયો બે દિવસનો અણધાર્યો પાણી કાપ

February 4, 2026
Next Post
સસ્તા થઈ શકે છે સિનેમાઘરોમાં પોપકોર્ન, સમોસા અને કોલ્ડ ડ્રિંક્સ, આવતા સપ્તાહે આવી શકે છે GST પર મોટો નિર્ણય

સસ્તા થઈ શકે છે સિનેમાઘરોમાં પોપકોર્ન, સમોસા અને કોલ્ડ ડ્રિંક્સ, આવતા સપ્તાહે આવી શકે છે GST પર મોટો નિર્ણય

ગો ફર્સ્ટને રાહત મળવાની સંભાવના, SIAC એ P&Wને કહ્યું – ડિસેમ્બર સુધી દર મહિને કંપનીને પાંચ એન્જિન આપે

ગો ફર્સ્ટને રાહત મળવાની સંભાવના, SIAC એ P&Wને કહ્યું - ડિસેમ્બર સુધી દર મહિને કંપનીને પાંચ એન્જિન આપે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.