બાવળા-બગોદરા હાઈ-વ પર આવેલી કેરાલા GIDC માં આવેલી ત્રિશા સ્પેશિયાલિટી કેમિકલ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં ગત મોડી રાત્રે વિકરાળ આગ લાગી હતી. આગના બનાવથી અફરાતરફરીનો માહોલ સર્જાયો હતો. કેમિકસ કંપનીમાં જ્વલનશીલ પ્રવાહી હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને કેમિકલના કારણે મોટો બ્લાસ્ટ પણ થયો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં મોટી સંખ્યામાં ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને 7 કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.
આશરે રાત્રે 10 વાગ્યે લાગેલી આગને કાબુમાં લેવા ફાયર વિભાગની 8 ગાડીઓ અને 30 લોકોના સ્ટાફે 7 કલાકની ભારે જહેમત બાદ આગને સંપૂર્ણપણે સવારે પાંચ વાગ્યે કાબુમાં લઈ લીધી હતી. આગ શા કારણે લાગી તે હજુ અકબંધ છે. આ આગના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. જોકે નુકસાન ઘણું થયું છે.