પાકિસ્તાની અભિનેત્રી મહનૂર બલોચ શાહરૂખ ખાન પર ટીપ્પણી કરીને ફસાઈ ગઈ છે. કેમ કે, તેને સોશિયલ મીડિયા પર લોકોના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. મહનૂર બલોચે તાજેતરમાં જ સુપરસ્ટાર શાહરૂખ ખાન વિશે કહ્યું હતું કે કિંગ ખાનને એક્ટિંગ નથી આવડતી અને તે માત્ર માર્કેટિંગને કારણે ફેમસ છે.
શાહરૂખ ખાનના ફેન્સે પાકિસ્તાની એક્ટ્રેસને ફટકાર લગાવી ઝાટકણી કાઢી છે.
પાકિસ્તાની અભિનેત્રી મહનૂર બલોચે શાહરૂખ ખાન વિશે કરેલી અનેક ટિપ્પણીઓએ સોશિયલ મીડિયા પર ફેન્સની નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે. શાહરૂખ ખાનના ચાહકોએ પાકિસ્તાની અભિનેત્રી પર વળતો પ્રહાર કર્યો અને તેની ઉગ્ર નિંદા કરી હતી. શાહરૂખ ખાનના ફેન્સ પાકિસ્તાની એક્ટ્રેસ પર ગુસ્સે થયા છે. સોશિયલ મીડિયા પર એક ચાહકે લખ્યું, તમે શું બકવાસ વાત કરી રહ્યા છો, શાહરૂખ ખાન સુપરડુપર હિટ એક્ટર છે જ્યારે અન્ય એક ચાહકે કહ્યું કે બલોચે ફેમસ થવા માટે શાહરૂખ વિશે આટલી નિમ્ન કોમેન્ટ્સ કરી છે. આ માત્ર તેનો પબ્લિસિટી સ્ટંટ છે.
તાજેતરમાં મહનૂર બલોચે એક ઈન્ટરવ્યુમાં શાહરૂખ ખાનની એક્ટિંગ પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે કહ્યું હતું કે શાહરૂખ ખાનનું વ્યક્તિત્વ ઘણું સારું છે, પરંતુ જો તમે ખૂબ હેન્ડસમ ન કહી શકો. તે એ શ્રેણીમાં આવતો નથી. 53 વર્ષીય મહનૂરે એસઆરકેની કુશળતા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. બલોચે કહ્યું, શાહરૂખ ખાન વિશે મારો અભિપ્રાય છે કે તે એક્ટિંગ નથી આવડતી. તેઓ બિઝેનસ ક્ષેત્રે આગળ છે તેઓ જાણે છે કે, પોતાનું કેવી રીતે માર્કેટિંગ કરવું. આ મારો અભિપ્રાય છે. ફેન્સને તેની આ વાત ન ગમતા ખરાબ રીતે તે ટ્રોલ થઈ રહી છે.