ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં અવિરત વરસાદ પડી રહ્યો છે તેવામાં હવામાન વિભાગે હજુ પણ 4 દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજથી વરસાદનું જોર ઘટી શકે છે. તો આગામી 11 તારીખ પછી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે.
રાજ્યનાં 231 તાલુકાઓમાં ગઈકાલ સવારે 6 થી સાંજનાં 6 વાગ્યા સુધી મેઘરાજા મન મુકીને વરસ્યા છે. સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 231 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સાંતલપુરમાં 6.5 ઈંચ, રાજકોટના કોટડા સાંગાણીમાં છ ઇંચ, અબડાસામાં સવા પાંચ ઈંચ, ખંભાળિયામાં 5 ઈંચ, ઉપલેટામાં સવા ચાર ઈંચ, કોડટા સાંગાણીમાં 3.5 ઈંચ, વડગામમાં 3.5 ઈંચ, રાપરમાં 3 ઈંચ, ચોટીલામાં પોણા ત્રણ ઈંચ, માંગરોળમાં પોણા ત્રણ ઈંચ, સિદ્ધપુરમાં પોણા ત્રણ ઈંચ, કેશોદમાં 2.5 ઈંચ, વંથલીમાં 2.5 ઈંચ, ગઢડામાં 2.5 ઈંચ, માળિયા હાટીનામાં 2.5 ઈંચ, બરવાળામાં સવા બે ઈંચ, સતલાસણામાં સવા બે ઈંચ, તેમજ ગોંડલમાં પણ સવા બે ઈંચ, મોરબીમાં સવા બે ઈંચ વરસાદ નોંધાયો હતો.