ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં મંગળવારે સવારે દિલ્હી-મેરઠ એકપ્રેસ-વે પર સ્કૂલ બસ અને કારની જોરદાર ટક્કર થઇ હતી. આ ટક્કરમાં કારમાં સવાર છ લોકોના મોત થયા છે.
ગાઝિયાબાદમાં દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર થયેલ આ અકસ્માત બસ અને TUV 300 કાર વચ્ચે થયો હતો. મળતી જાણકારી મુજબ આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા. સાથે જ ગંભીર રીતે ઘાયલ 8 વર્ષના બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ અકસ્માત NH-9 પર રિપબ્લિક પોલીસ સ્ટેશન ક્રોસિંગમાં સવારે 7 વાગ્યે થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે બસ રોંગ સાઈડથી જઈ રહી હતી. અકસ્માતનું કારણ હાઇ સ્પીડ બસ જણાવવામાં આવી રહ્યું છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર સ્કૂલ બસ ખૂબ જ ઝડપે આવી રહી હતી. બસ એટલી ઝડપે TUV 300 કારને ટક્કર મારી હતી કે કાર સવારોને બહાર આવવાનો મોકો મળ્યો ન હતો.
કારની અંદર તમામ લોકોના મૃતદેહ ખરાબ રીતે ફસાઈ ગયા હતા. હાલત એટલી ખરાબ હતી કે તમામ મૃતદેહોને ગેસ કટર વડે કાપીને બહાર કાઢી શકાયા હતા. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. સ્કૂલ બસ ખાલી હતી અને રોંગ સાઈડથી આવી રહી હતી. તે જ સમયે કારમાં સવાર પરિવાર મેરઠથી દિલ્હી તરફ આવી રહ્યો હતો. પરિવાર ખાટુ શ્યામના દર્શન કરવા માટે જતો હતો પરંતુ રોંગ સાઈડથી આવતી બસ સાથે કાર અથડાઈ હતી.