ગુજરાતમા રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક હેઠળ 26,500 શિક્ષકોની કરાર આધારિત નિમણૂક કરવામાં આવશે. પ્રાથમિક શાળા માટે 15,000 અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા માટે 11,500 જ્ઞાન સહાયક નિમાશે. તે ઉપરાંત રાજ્ય સરકારે શાળાઓમાં ખેલ સહાયક યોજના પણ અમલમાં મુકી છે. તે ઉપરાંત 5075 ખેલ સહાયકની કરાર આધારિત નિમણૂંક કરવામાં આવશે.
કરાર આધારિત નિમણૂંક મેળવેલ ઉમેદવારોને 21000 ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે. જ્ઞાન સહાયક તરીકે કરાર આધારિત નિમણૂંક મેળવવા પ્રાથમિક વિભાગ માટે TET-2 પરીક્ષામાં ઉતિર્ણ થયેલ ઉમેદવારો, માધ્યમિક વિભાગ માટે TAT અને ઉચ્ચત્તર માધ્યમક વિભાગ માટે TAT પરીક્ષામાં ઉતર્ણ થયેલ ઉમેદવારો અ૨જી કરી શકશે.