બેંગલુરુની ગીકલર્ન એજ્યુટેક સર્વિસ કંપની દ્વારા યુવાઓને ઓનલાઈન ડેટા સાયન્સ આર્કિટેક્ટ પ્રોગ્રામનો કોર્સ 100 ટકા સ્કોલરશીપ અને નોકરીની ગેરંટી સાથે ઓફર કરવામાં આવતી હતી. આ લોભામણી ઓનલાઈન જાહેરાત જોઈને ઘણા યુવાનો આ કંપનીના સંપર્કમાં આવ્યા હતા. જેમાં કંપનીએ સંપર્કમાં આવેલા તમામના એગ્રીમેન્ટ કરી, તેના ડોક્યુમેન્ટ્સ મેળવી અને વિદ્યાર્થીની જાણ બહાર જ તેના નામની લોન લઈ લીધી હતી.
ત્યારબાદ સ્કોલરશીપના નામે થોડા મહિના પૈસા આપીને પછી હાથ અધ્ધર કરી દીધા હતા. બેંગલુરુની ઠગ કંપનીની લોભામણી સ્કીમનો દેશના 1,839 વિધાર્થી બન્યા છે, જેમાં ગુજરાતના 50 વિધાર્થીનો પણ સમાવેશ થાય છે.