અભિનેત્રી પ્રિયંકા ચોપરા તેની વેબ સીરીઝ ‘સિટાડેલ’ને લઈને ઘણી ચર્ચામાં છે. અભિનેત્રી અને બિઝનેસ વુમન પ્રિયંકા ચોપરા તેના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢી તેના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતી રહે છે. હાલમાં જ પ્રિયંકા ચોપરાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તેમની પુત્રી માલતી મોનોકિની પહેરેલી જોવા મળી રહી છે.
આ ફોટો શેર કરતા અભિનેત્રીએ લખ્યું છે – ‘એન્જલ (રેડ હાર્ટ ઇમોજી)’. આ ફોટોમાં નાની માલતી મેરી વાદળી અને લાલ ફ્લોરલ મોનોકિનીમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે, સાથે તેણે મેચિંગ કેપ પણ પહેરી છે. માલતીએ સનગ્લાસ પહેરીને પોતાનો લુક પૂરો કર્યો છે. હવે આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આ ફિલ્મોમાં જોવા મળશે બોલીવડની દેશી ગર્લ –
બોલીવડ અને હોલીવડ બંનેમાં પોતાનું નામ કમાઈ ચુકેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરા તેની વેબ સિરિઝ સિટાડેલની બીજી સિઝનમાં તેના પાત્ર નાદિયા સિંહને ફરીથી ભજવવા માટે તૈયાર છે. પ્રખ્યાત સ્ટાર એમેઝોન સ્ટુડિયોની આગામી એક્શન થ્રિલર, હેડ ઓફ સ્ટેટ માટે જોન સીના અને ઇદ્રિસ એલ્બા સાથે ટીમ બનાવવા માટે પણ તૈયાર છે. પ્રિયંકા ચોપરા ફિલ્મ ‘જી લે ઝરા’ દ્વારા બોલિવૂડમાં પુનરાગમન કરવાની યોજના બનાવી રહી છે પરંતુ હવે એવી ચર્ચાઓ થઈ રહી છે કે તેણે આ ફિલ્મ છોડી દીધી છે.
કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ચોપરા જોનાસે તેના વ્યસ્ત શેડ્યૂલને કારણે આ ફિલ્મ છોડી દીધી છે, જેમાં તેમની સાથે આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ પણ મુખ્ય ભૂમિકામાં છે. જો કે હજી સુધી પ્રિયંકા ચોપરા અને ફિલ્મના નિર્માતાઓએ આ અહેવાલોને કોઈ સત્તાવાર રીતે સમર્થન આપ્યું નથી. પ્રિયંકા અને નિક જોનાસે ડિસેમ્બર 2018માં જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં લગ્ન કર્યા હતા. નિક અને પ્રિયંકાએ જાન્યુઆરી 2022માં સરોગસી દ્વારા માલતીનું સ્વાગત કર્યું હતું.