સલમાન ખાનના રિયાલિટી શો ‘બિગ બોસ ઓટીટી 2’ને તાજેતરમાં એક્સટેન્શન મળ્યું છે. શો હવે બે અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યો છે. આનાથી માત્ર ‘બિગ બોસ’ના ફેન્સ જ નહીં પરંતુ સલમાનના ફેન્સ પણ ખૂબ જ ખુશ હતા. પરંતુ હવે શોના ત્રીજા અઠવાડિયા પછી, શોના મજબૂત સ્પર્ધક સાયરસ બ્રોચાએ અચાનક ઘર છોડી દીધું છે. ઈમરજન્સી એક્ઝિટ લઈને તે ઘરની બહાર નીકળી ગયો છે. જો કે પહેલા તેની હકાલપટ્ટીના સમાચાર સામે આવ્યા હતા, ત્યારબાદ સલમાનના સમજાવ્યા બાદ તેમણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો હતો. પરંતુ હવે તેમના શો છોડવાના સમાચાર કન્ફર્મ થઈ ચુક્યા છે.
પારિવારિક ઈમરજન્સીના કારણે બહાર થયા સાયરસ
એક સેલિબ્રિટી ફોટોગ્રાફરે સાયરસ બ્રોચાની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેની સાથે કેપ્શનમાં તેમણે પોતાના જવાનું કારણ પણ જણાવ્યું છે. તેમણે લખ્યું, “હેલો મિત્રો, તમને જણાવતા દુઃખી છીએ કે પરિવારમાં અચાનક મેડિકલ ઈમરજન્સીના કારણે સાયરસ બ્રોચાને બિગ બોસ OTT 2માંથી ઈમરજન્સી એક્ઝિટ કરવી પડી છે.”
મેકર્સ દ્વારા જારી કરાયેલ નિવેદન પણ આ પોસ્ટમાં પોસ્ટ કરવામાં આવ્યું છે. નિવેદનમાં લખ્યું કે, “સાયરસ અને તેના પરિવારની વિનંતી મુજબ, અમે તમને આ મુશ્કેલ સમયગાળા દરમિયાન ગોપનીયતા અને સમજણની મંજૂરી આપવા માટે અનુરોધ કરીએ છીએ. આશા છે કે તેઓ અને તેમના પરિવાર માટે બધું સારું થશે. #cyrusbroacha # biggbossott”
સલમાને સાયરસને સમજાવી હતી આ વાત
તમને જણાવી દઈએ કે વિકેન્ડ કા વારના તાજેતરના એપિસોડમાં સાયરસે સલમાનને ઘણી વાર વિનંતી કરી હતી કે તે ઘરે જવા માંગે છે. તેમને એ વાતની ચિંતા હતી કે શો બે અઠવાડિયા સુધી લંબાવવામાં આવ્યો છે તો તેમની બેચેની વધી ગઈ હતી. તેમની માંગણી બાદ સલમાને તેમને સમજાવ્યું કે તેમણે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો છે. જો તે કોન્ટ્રાક્ટ તોડે છે, તો તેમને બદલામાં ઘણા પૈસા ચૂકવવા પડી શકે છે. જે પછી એવું માનવામાં આવતું હતું કે તે રોકાઈ ગયા હતા, પરંતુ હવે તેના શોમાંથી તેમના જવાના સમાચાર આવ્યા છે.