બનાસકાંઠામાં વીજ કરંટ લાગતા ત્રણના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. વડગામના નાવિસણા ગામે વિજ થાંભલા સાથે બાધેલા તાર પર મહિલા કપડા સૂકવવા જતા કરંટ લાગ્યો હતો. જ્યારે ઘટનામાં પિતા અને પુત્ર બચાવવા જતા તેમનું પણ મોત નિપજ્યુ હતું. જ્યારે ઘટના બાદ ત્રણેયને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવતા તેમનુ મોત નિપજ્યુ હતુ.ગામમા ત્રણ લોકોના મોત નિપજતા શોકનું મોજુ ફરી વળ્યુ હતું.