ગુજરાત હાઇકોર્ટમાં મંગળવારે અમદાવાદ શહેર અને રાજ્યમાં રખડતાં ઢોર તેમજ રોડ અને ટ્રાફિક સમસ્યા પર સુનાવણી હાથ ધરાઈ જ્યાં હાઈકોર્ટે રખડતાં ઢોર મુદ્દે AMC અને રાજ્ય સરકારની ઝાટકણી કાઢી.
હાઈકોર્ટે કહ્યું કે સરકાર આ બાબતને ગંભીરતાથી લઈ રહી હોય તેવું નથી લાગી રહ્યું. ઓથોરિટીને ક્યારે સમજાશે કે નાગરિકોની સલામતી સર્વોચ્ચ છે. કોર્ટે AMCને પૂછ્યું કે, રખડતાં ઢોર મુદ્દે AMCએ કોઈ પોલિસી બનાવી છે કે કેમ. જેના જવાબમાં જાણવા મળ્યું કે, AMCએ પોલિસી બનાવી હતી. પરંતુ સ્ટેન્ડિંગ કમિટીએ તેને રિજેક્ટ કરી છે. હાઈકોર્ટે અન્ય રાજ્યોમાં રખડતા ઢોરને લઈને પોલીસી છે તો ગુજરાતમાં કેમ નહિ? તેવા આકરા સવાલો પણ કર્યા. ત્યારે હવે આ મુદ્દે વધુ સુનાવણી આવતા મંગળવારે હાથ ધરાશે.