ઉત્તર પ્રદેશના વારાણસીમાં શાકભાજીની દુકાન ઉપર ટમેટાની સુરક્ષા માટે બાઉન્સર તૈનાત કરનારો કોઈ દુકાનદાર નહીં બલ્કે સમાજવાદી પાર્ટીનો નેતા અજય ફૌજી નીકળ્યો હતો. આ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી તો એવો ખુલાસો થયો કે સપા નેતાએ 500 રૂપિયાના ટમેા ખરીદ કરાવ્યા અને શાકભાજીના વેપારીને હટાવીને ખુદ તેની દુકાન ઉપર બેસી ગયા બાદ તસવીર ખેંચાવી હતી !
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે સપા નેતાએ આ બધું માત્ર ચર્ચામાં આવવા માટે જ કર્યું હતું. આ પછી પોલીસે સપા નેતા, શાકભાજીના વેપારી અને તેના પુત્ર સહિત અન્ય અજાણ્યા લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. શાકબાજીના વેપારી અને તેના પુત્રની પોલીસે અટકાયત કરી લીધી છે. આ પછી નગરપાલિકા દ્વારા શાકભાજીના વેપારીના ઘરની તલાશી લેવામાં આવી હતી ત્યારે એવું મનાય રહ્યું છે કે ઘર નિયમાનુસાર ન બન્યું હોવાનું ધ્યાન પર આવ્યા બાદ તેને તોડી પાડવામાં આવશે !