ગૂગલથી લઈને માઈક્રોસોફ્ટ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI પર ભારે રોકાણ કરી રહી છે. હવે ટેક સેક્ટરની અગ્રણી ભારતીય કંપની વિપ્રોએ આ સેક્ટરમાં મોટી જાહેરાત કરી છે. કંપનીએ બુધવારે આગામી ત્રણ વર્ષમાં તેની AI ક્ષમતાઓને આગળ વધારવા માટે $1 બિલિયનના રોકાણ સાથે વિસ્તૃત AI360 લોન્ચ કરવાની જાહેરાત કરી. આ રોકાણ એઆઈ, ડેટા અને એનાલિટિક્સ સોલ્યુશન્સના વિસ્તરણ પર, નવા આર એન્ડ ડી અને પ્લેટફોર્મ્સ વિકસાવવા તેમજ ફૂલસ્ટ્રાઈડ ક્લાઉડ અને કન્સલ્ટિંગ ક્ષમતાઓ વધારવા પર કેન્દ્રિત હશે. કંપનીના આ પગલાથી ભારત વિશ્વના AI માર્કેટ સાથે પણ સ્પર્ધા કરી શકશે.
તમામ ઉપકરણો પર કામ કરશે આ AI
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે Wipro AI360 એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માં કંપનીના એક દાયકા-લાંબા રોકાણ પર આધારિત છે, જેનો ઉદ્દેશ્ય એઆઈને દરેક પ્લેટફોર્મ, દરેક ઉપકરણ અને આંતરિક રીતે ઉપયોગ થનારી અને ગ્રાહકોને ઓફર થનાર દરેક સોલ્યુશનમાં એકીકૃત કરવાનો છે. થિયરી ડેલાપોર્ટે, CEO અને MD, Wipro Ltd.એ જણાવ્યું કે, “ખાસ કરીને જનરેટિવ AIના ઉદભવ સાથે, અમે તમામ ઉદ્યોગો માટે મૂળભૂત પરિવર્તનની અપેક્ષા રાખીએ છીએ, પછી તે નવા બિઝનેસ મોડલ હોય, કામ કરવાની નવી રીતો હોય કે નવા પડકારો હોય. આ જ કારણ છે કે વિપ્રોની AI360 ઇકોસિસ્ટમ જવાબદાર AI પ્રેક્ટિસને અમારા તમામ AI કાર્યના કેન્દ્રમાં રાખે છે.
30 હજાર કર્મચારીઓ કામ કરશે
Wipro AI360, Wiproની ટેક્નોલોજી અને એડવાઇઝરી ઇકોસિસ્ટમ સાથે ચાર વૈશ્વિક બિઝનેસ લાઇનમાંથી ડેટા એનાલિટિક્સ અને AIમાં 30,000 Wipro નિષ્ણાતોને એકસાથે લાવશે. કંપનીએ જણાવ્યું કે તે વિપ્રો વેન્ચર્સ દ્વારા અત્યાધુનિક સ્ટાર્ટઅપ્સમાં રોકાણને પણ વેગ આપશે. વધુમાં, કંપની GenAI સીડ એક્સિલરેટર પ્રોગ્રામ શરૂ કરશે, જે GenAI-કેન્દ્રિત સ્ટાર્ટઅપ્સને ઉદ્યોગ માટે તૈયાર કરવા માટે જરૂરી તાલીમ પ્રદાન કરશે.
તમામ કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે
આ લક્ષ્યોને હાંસલ કરવા માટે, કંપની આગામી 12 મહિનામાં તમામ 2,50,000 કર્મચારીઓને AI ફંડામેન્ટલ્સ અને AIના જવાબદાર ઉપયોગ અંગે તાલીમ આપશે. વિપ્રોએ જણાવ્યું કે તે એક અભ્યાસક્રમ વિકસાવશે જે વિવિધ ભૂમિકાઓ માટે સમગ્ર AI યાત્રાને મેપ કરશે.