લોકસભાનું સભ્યપદ રદ થવાથી રાહુલ ગાંધીને તેમને મળેલો સરકારી બંગલો ખાલી કરવો પડયો છે અને લાંબા સમયથી તેઓ તેમના માતા સોનિયા ગાંધી જે 10 જનપથ ખાતેના સરકારી બંગલામાં રહે છે પરંતુ ટુંક સમયમાં તેઓ હવે દિલ્હીના પોશ ગણાતા વિસ્તારમાં રાજયના પુર્વ મુખ્યમંત્રી તથા કોંગ્રેસના નેતા સ્વ.શ્રીમતી શિલા દીક્ષીતના ત્રણ બેડરૂમના ફલેટમાં રહેવા જશે. રાહુલે ગત 22 એપ્રિલે બંગલો ખાલી કર્યા પછી તેઓ હાલ સોનિયા સાથે રહે છે અને હવે તેમના માટે 1500 સ્કવેરફુટનો ફલેટ ખાસ દીક્ષીત કુટુંબે ફાળવવા નિર્ણય લીધો છે. શિલા દીક્ષીતે 1991માં આ બંગલો ખરીદ્યો હતો અને બાદમાં તેઓ પોતાના અન્ય બંગલામાં રહેતા હતા.