રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા ગાંધીનગરના નિવૃત્ત કલેક્ટર એસ.કે. લાંગા સામે બે મહિના પહેલાં ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત મામલે ગુનો નોંધાયા બાદ ગાંધીનગર પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. આ પછી 17 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ સાથે જ ધરપકડ કરેલા પૂર્વ આઈએએસને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આરોપી દ્વારા રિમાન્ડ સ્ટેની અરજી દાખલ કરવામાં આવી છે
અત્યાર સુધીમાં કરોડોની રકમનું નુકસાન થયાનું સામે આવ્યું છે. હજુ બીજાં ઘણાં બધાં પ્રકરણો સામે આવી રહ્યાં છે. ખૂબ મોટા પ્રમાણમાં દસ્તાવેજો અને પુરાવાઓ છે. આ સમગ્ર કૌભાંડની તપાસ કર્યા પછી કેટલા કરોડનું કૌભાંડ છે તે અંગે જાણ થશે. વધુમાં જણાવ્યું કે, લાંગાનું ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર પણ શંકાસ્પદ જણાઇ આવ્યું છે. તેમના વતન ભાણવડ તાલુકાના શિવા ગામમાં તપાસ કરી તો આ અંગેનો ત્યાં કોઈ રેકોર્ડ મળી આવેલ નથી. જેથી તે શંકાના દાયરામાં છે જ, તેઓ કદાચ ખોટા ખેડૂત બન્યા હોઈ શકે. તેની પણ અત્યારે તપાસ ચાલુ છે.