દેશમાં સતત વધી રહેલા કાનૂન રાજ તથા અદાલતોમાં થઈ રહેલા કેસોના ભરાવા અને કેદીઓની ઉભરાતી જેલોમાં હવે સરકાર એક મહત્વનું ‘જન વિશ્વાસ’ વિધેયક લાવી રહી છે. જેમાં નાના અપરાધોમાં જેલ સજાના બદલે ફકત દંડ જ કરવામાં આવશે. કેન્દ્રની મોદી સરકારે આ અંગે એક વિધેયક તૈયાર કર્યુ છે અને તેને ગઈકાલે મળેલી કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં મંજુરી આપવામાં આવી હતી. આ નવા વિધેયકમાં કેન્દ્ર તથા રાજયોના 19 મંત્રાલયો સાથે જોડાયેલા 183 જોગવાઈઓમાં સુધારાનો પ્રસ્તાવ છે.
આ ખરડો ડિસે. 2022માં લોકસભામાં રજુ કરી બાદમાં સંસદીય સમીતીને સુપ્રત કરી દેવામાં આવ્યો હતો જેને હવે અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે અને હવે તે સંસદના ચોમાસુ સત્રમાં રજુ કરશે. એક તબકકે પાછળની તારીખથી આ કાનૂન લાગુ કરવાની માંગ હતી. જેનાથી હાલ અદાલતોમાં જે લાખો પેન્ડીંગ કેસ છે તેને પણ ઝડપથી નિકાલ લાવી શકાશે પણ ફોજદારી કાનૂનમાં પાછળની તારીખથી લાગુ કરવા મુદે કાનૂની મતભેદો છે. આ સુધારામાં જે કાનૂન સુધારશે તેમાં ઔષધી અને પ્રસાધન સામગ્રી એકટ સાર્વજનીક રૂણ અધિનિયમ, ફાર્મસી, સિનેમેટોગ્રાફી, કોપીરાઈટ એકટ પેટન્ટ એકટ મોટર વાહન એકટનો સમાવેશ થાય છે. ઉપરાંત રેલવે એકટ- વિ.માં પણ સુધારા થશે.
કેન્દ્રીય કેબીનેટ દ્વારા જનવિશ્વાસ-ખરડાને મંજુરી
ચેક બાઉન્સ માટે જે નેગોશિયેબલ એકટ હેઠળ નાની રકમના ચેક રીટર્ન થવામાં પણ અદાલતી ફરિયાદોની પ્રક્રિયા થાય છે. તેમાં હવે લઘુતમ રકમ અંગે મર્યાદા બંધાશે. ઉપરાંત વ્યક્તિગત- લેણદેણ અને સંસ્થાકીય ધિરાણમાં ચેક રીટર્નના જે કાનૂન એક સમાન છે તે પણ બદલાશે. સિનેમેટોગ્રાફી એકટમાં જે રીતે કોપીરાઈટમાં મંજુરી વગર સામાન્ય ગીતો વગાડવા કે તેવા કૃત્યમાં ‘સજા’ની જોગવાઈ છે તે પણ રદ થશે. જયારે તેમાં અપરાધોની ગંભીરતાથી જોયા બાદ દંડની રકમ નિશ્ચીત કરાશે.