મધ્યપ્રદેશ ખાતેના કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓના મોતનો ગોજારો સિલસિલો અટકવાનું નામ લેતો નથી! આવી સ્થિતિ વચ્ચે કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનો સુરજ આથમી જતા નિષ્ણાંતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. આ ઘટનાને પગલે વન વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી. ચિંતાજનક બાબત એ પણ છે કે આ પાર્કમાં અત્યાર સુધીમાં પાંચ ચિત્તા અને ત્રણ બચ્ચાના મૃત્યુ થયા છે. પરિણામે હવે માત્ર 15 ચિત્તા અને એક જ બચ્ચું રહ્યું હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે.