તાજેતરમાં જ બિપોરજોય વાવાઝોડાને કારણે કચ્છ તેમજ બનાસકાંઠામાં ભારે તારાજી સર્જી હતી. તેમજ ખેતરમાં ખેડૂતોનાં ઉભા પાકમાં નુકશાન થયું હતું ત્યારે બિપોરજોય વાવાઝોડાને લઈને રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલ નુકશાન સહાયની જાહેરાત કરવામાં આવી છે.આ બાબતે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, કચ્છ તેમજ બનાસકાંઠામાં બિપોરજોય વાવાઝોડાથી નુકશાન થયું હતું. કચ્છ તેમજ બનાસકાંઠાનાં ખેડૂતોને બાગાયતી તેમજ પિયત પાકોમાં થયેલ નુકશાન માટે સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ તેમજ બનાસકાંઠામાં એક લાખ હેક્ટરમાં બાગાયતી પાકોને નુકશાન થયું છે. ખેડૂતોને મદદરૂપ થવા 240 કરોડનું રાહત પેકેજ ખેડૂતો માટે સરકાર દ્વારા કૃષિ સહાય જાહેર કરવામાં આવી છે.