જાણીતા કોર્પોરેટ ટ્રેઈનર અને સૌરાષ્ટ્ર આસપાસ દૈનિકના કોલમિસ્ટ અરવિંદભાઈ ત્રિવેદીના પુસ્તક “સફળતાનાં વિચારબીજી”નો વિમોચન કાર્યક્રમ તારીખ ૧૬ને રવિવારે, સવારે ૯.૧૫ કલાકે મેઘાણી ઑડીટોરિયમ (મીનીહૉલ) ખાતે યોજાશે. સ્વસુધારણા, ક્ષમતાવર્ધન, બગાડ નિયંત્રણ, અને સંસાધન વિકાસના મંત્રો અને ચાવીઓ આ પુસ્તકમાં ઉપલબ્ધ છે. ગુજરાતના વિવિધ સામયિકો અને સમાચાર પત્રોમાં પ્રગટ થયેલા લેખોનો આ સંગ્રહ છે.
પુસ્તકનું વિમોચન લોકભારતી સણોસરાના મેનેજીંગ ડાયરેકટર અને જાણીતા વૈજ્ઞાનિક અરુણભાઈ દવે કરશે. કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી, જાણીતા ઉદ્યોગપતિઓ સંતોષભાઈ કામદાર, જતીનભાઈ ઠક્કર, કુતુબભાઈ કપાસી, અચ્યુતભાઈ મહેતા અને સુમિટોમો કેમિકલ ભાવનગરના ડેપ્યુટી મેનેજર એચ.આર. સતીષભાઈ મહેતા અને અતિથિવિશેષ તરીકે હાજર રહેશે., અને ભાવનગરઃ સિટીઝન કાઉન્સિલના હોદ્દેદારોની ઉપસ્થિતિ રહેશે. આ પુસ્તકના, આગોતરા ગ્રાહક થયેલા સૌને અહીંથી પુસ્તક વિચરણ થશે. આ પુસ્તક દ્વારા થનારી આવક ‘ભાવનગર વૃધ્ધાશ્રમ ટ્રસ્ટ’ને આપવામાં આવનાર છે. કાર્યક્રમ પુરો થયે “ગ્રીન સિટી” સંસ્થા દ્વારા આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ લોકોને વૃક્ષારોપણ માટે રોપ વિતરણ કરવામા આવશે.


