પ્રેમ અને પ્રેમી માટે પાકિસ્તાનથી ગેરકાયદેસર ભાગીને ભારત આવેલી સીમા હૈદરની આવનારા સમયમાં મુશ્કેલી વધી શકે છે. સીમાને લઈને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના દાવા કરવામાં આવી રહ્યાં છે. હવે એક પાકિસ્તાની યુવતીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. યુવતીએ દાવો કર્યો કે તે સીમા હૈદરની મિત્ર છે અને તેને સારી રીતે ઓળખે છે. યુવતીએ સ્પષ્ટ કહ્યું કે સીમા હૈદર ફ્રોડ છે.
ખુદને સીમાની મિત્ર ગણાવનારી યુવતીએ અનેક સનસનીખેજ દાવા કર્યાં છે. યુવતીએ કહ્યું કે, છેતરપિંડી કરવી સીમાની આદત છે. સચિન પહેલા તે અનેક યુવકોને તેની જાળમાં ફસાવી ચુકી છે. સચિન પહેલા અનેક પુરૂષ તેના મિત્ર રહી ચુક્યા છે. તે સીમાને બાળપણથી ઓળખે છે. તેણે કહ્યું કે સીમા ભારત જઈને ક્રિકેટ જોવાની વાત કરતી હતી. ત્યાં જઈને તેણે ઇસ્લામ છોડી હિન્દુ ધર્મ અપનાવ્યો અને સચિન સાથે લગ્ન કરી લીધા. યુવતીએ કહ્યું કે આવનારા સમયમાં સચિનને છોડીને તે ખ્રિસ્તી પણ બની જશે. યુવતીએ કહ્યું કે સચિને બોર્ડર પર ધ્યાન રાખવું જોઈએ. સીમા મોટી ચીટર છે. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ તરફથી અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. આ પહેલા પણ સીમા હૈદરને લઈને એક પાકિસ્તાની યુવકનો વીડિયો વાયરલ થયો હતો.
વીડિયોમાં યુવકે દાવો કર્યો હતો કે સચિન પહેલા PUBG ગેમ દરમિયાન સીમા હૈદર તેની સાથે વાત કરતી હતી. સીમા અને તેની વચ્ચે પ્રેમસંબંધ હતો. બંને વચ્ચે એવી વાત પણ થઈ કે સીમા બધું છોડીને તેની પાસે આવવા તૈયાર છે. યુવકે ક્રિકેટનો પણ ઉલ્લેખ કર્યો હતો. યુવકે કહ્યું હતું કે સીમાએ 2023નો વર્લ્ડ કપ જોવા માટે ભારત જવું છે અને ત્યાર બાદ તે પાકિસ્તાન પરત ફરશે.