નાસાના પર્સિવરેંસ રોવરે મંગળ ગ્રહના જેજેરો ક્રેટરમાં કાર્બનિક પદાર્થોની શોધ કરી છે. કાર્બનિક પદાર્થ પૃથ્વી પર જીવનનું મુખ્ય તત્ત્વ છે, જે મુખ્ય રૂપથી કાર્બન અને હાઇડ્રોજનમાંથી બનેલું હોય છે.
સાથે કાર્બનિક પદાર્થમાં ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને સલ્ફર જેવા અન્ય તત્ત્વ પણ જોડાયેલાં હોય છે. મંગળની સપાટી પર કાર્બનિક પદાર્થની ઉપસ્થિતિ અને વિતરણ માર્ટિન કાર્બન ચક્ર અંગે મહત્ત્વપૂર્ણ જાણકારી પ્રદાન કરે છે. આ શોધથી ગ્રહના સંપૂર્ણ ઈતિહાસ અને ગ્રહ પર જીવનની સંભાવનાઓ અંગે જાણકારી મળી શકે છે. પૃથ્વી પર મળતાં માર્ટિયન ઉલ્કાપિંડોની માફક લાલ ગ્રહ પર ઉપલબ્ધ ગૈલ ક્રેટરમાં અલગ અલગ પ્રકારના કાર્બનિક તત્ત્વ મળી આવ્યા છે. જો કે સંશોધનકારો એ બાબતે સ્પષ્ટ નથી કે આ કાર્બનિક સામગ્રીઓની ઉત્પત્તિ જૈવિક છે કે પછી આ ગ્રહ પર જીવનનું પરિણામ છે. તેમણે લાલ ગ્રહ પર કાર્બનિક પદાર્થની ઉત્પત્તિ માટે ઘણી સંભાવનાઓ દર્શાવાઇ છે. આ અગાઉ મંગળ ગ્રહ પરથી મોકલવામાં આવેલા ઉલ્કાપિંડોની સાથે ગેલ ક્રેટરમાં પણ વિભિન્ન પ્રકારના કાર્બનિક રસાયણ મળી આવ્યા હતાં.
નવી શોધથી લાલ ગ્રહ પર જીવનની સંભાવના વધુ પ્રબળ થઇ છે. પરિણામો દર્શાવે છે કે મંગળ પર પહેલાંની તુલનામાં વધારે જટિલ કાર્બનિક ભૂ-રાસાયણિક ચક્ર છે. તેનો અર્થ એ થયો કે સંભવિત કાર્બનિક અણુઓના ઘણા ભંડાર મંગળ પર ઉપલબ્ધ છે.કાર્બનિક પદાર્થો વિભિન્ન પ્રકારની જૈવિક અને ગૈર-જૈવિક પ્રક્રિયાઓથી નિર્મિત થઇ શકે છે.
વિલિયમ્સ અને તેની ટીમ હવે એ રસાયણોના સંભવિત સ્રોતની તપાસ કરશે કે જેથી મંગળ પર જીવન સાથે જોડાયેલી અન્ય બાબતોની જાણકારી મળી શકે. સાયન્સ એન્ડ સાયન્સ એડવાન્સિસમાં પ્રસિદ્ધ એક અભ્યાસ અનુસાર નાસાના પર્સિવરેંસ રોવરને મંગળ ગ્રહના જેજેરો ક્રેટરમાં આૃર્યજનક જ્વાળામુખીય પથ્થરો મળી આવ્યા છે.