દેશ-વિદેશમાં વિઝા સર્વિસ આપતી વીએફએસ ગ્લોબલ સામે સવાલ ઉભા થાય તેવી એક ઘટના અમદાવાદમાં બની છે.વીએફએસ ગ્લોબલના કેટલાંક કર્મચારીઓએ રૂપિયાની લાલચે વિઝા અરજદારોના ગેરકાયદેસર રીતે બાયોમેટ્રીક કરાવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. ટ્રાવેલ એજન્ટ સાથે સાંઠગાંઠ ધરાવતાવીએફએસ ગ્લોબલના કર્મચારીઓની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ફરિયાદ નોંધી છે. વીએફએસ ગ્લોબલના અમદાવાદ સ્થિત કર્મચારીએ આપેલી FIR બાદ પીઆઈ ભાવિન સુથારે સમગ્ર મામલાની તપાસ આરંભી દીધી છે.
ભારત સહિત અન્ય દેશોમાં કાર્યરત વીએફએસ ગ્લોબલ જે-તે દેશની હાઈ કમિશન કચેરી અને અરજદાર વચ્ચે સંકલન કરે છે. કોઈ ભારતીયને વિદેશમાં CANADA UK USA Schengen વિગેરેના વિઝા મેળવવા હોય તો સૌ પ્રથમ તેની અરજી VFS Global માં કરવાની રહે છે. વીએફએસ ગ્લોબલની જે-તે શહેરમાં આવેલી ઓફિસમાં વિઝા અરજદાર પાસેથી મેળવેલા દસ્તાવેજો અને પાસપોર્ટ મેળવી લેવામાં આવે છે. અરજદારના દસ્તાવેજો અને પાસપોર્ટ મેળવી લઈને વીએફએસ ગ્લોબલ જે-તે દેશની હાઈ કમિશન ઓફિસને મોકલી આપે છે. આ સર્વિસ માટે વીએફએસ ગ્લોબલઅરજદાર પાસેથી ફી પણ વસૂલે છે. તત્કાલ, VIP જેવી વિગેરે વિગેરે સર્વિસવીએફએસ ગ્લોબલ પૂરી પાડે છે. હાઈ કમિશનના નિર્ણય બાદ પાસપોર્ટ જે-તેવીએફએસ ગ્લોબલમાં આવે છે અથવા તો અરજદારે કુરીયર સર્વિસ લીધી હોય તો ત્યાં પહોંચાડવામાં આવે છે.
CANADA IRCC (Immigration, Refugees and Citizenship Canada) માં થોડા દિવસો પહેલાં ગુજરાતના 28 વિઝા અરજદારના બાયોમેટ્રીકનો ડેટા પહોંચ્યો હતો. આ ડેટા જોઈને CANADA IRCC ના અધિકારીઓ ચોંકી ગયા હતા. 28 વિઝા અરજદારની પ્રક્રિયા બાયોમેટ્રીક સુધી પહોંચી નહીં હોવા છતાં તે સિસ્ટમમાં આવી જતા CANADA IRCC એ તુરંત વીએફએસ ગ્લોબલનો સંપર્ક કર્યો હતો. VFS Global Private Limited Ahmedabad એ આ મામલે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન CCTV જોતા VFS Global માં એપોઈન્ટમેન્ટ વિના કેટલાંક અરજદારોને સ્ટાફે બાયોમેટ્રીક માટે બોલાવ્યા હતાં. સામાન્ય રીતે CANADA IRCC માં પ્રોસેસ થયા બાદ વિઝા અરજદારને બાયોમેટ્રીક માટે એક લેટર મોકલવામાં આવે છે. જો કે,વીએફએસ ગ્લોબલના કેટલાંક કર્મચારીઓએ રૂપિયાની લાલચે ટ્રાવેલ એજન્ટ સાથે મળીને રૂપિયાની લાલચે અરજદારોની બાયોમેટ્રીકની ગેરકાયદેસર કાર્યવાહી કરી હતી.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચને VFS Global Ahmedabad Deputy Manager વ્યોમેશ ઠાકરે ફરિયાદ આપી છે. ફરિયાદમાં કર્મચારી મેલ્વીન ક્રિસ્ટી, સોહીલ દિવાન, પૂર્વ કર્મચારી મેહુલ ભરવાડ તેમજ એક E-Mail ID તથા એક મોબાઈલ નંબરધારકને આરોપી દર્શાવાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર વિઝા અરજદારોની કામગીરી પૂર્ણતાના આરે છે તેવું દર્શાવવા ટ્રાવેલ એજન્ટે સમગ્ર કાંડ રચ્યો હતો.