ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યએ 2026 કોમનવેલ્થ ગેમ્સની યજમાનીમાંથી પીછેહઠ કરી લીધી છે. આના કારણે હવે કોમનવેલ્થ ગેમ્સ 2026 પર વધુ સંકટ તોળાઈ રહ્યું છે. વિક્ટોરિયા સ્ટેટે પૈસાનો હવાલો આપીને આ ગેમ્સની મેજબાની કરવાથી હાથ પાછા ખેંચી લીધા છે. આના કારણે આયોજકો નારાજ થઈ ગયા છે, કારણ કે તેઓએ અહીં રમતોનું આયોજન કરવા માટે ઘણો સંઘર્ષ કર્યો હતો.
સામે આવ્યું આ મોટું કારણ
વિક્ટોરિયા રાજ્યના પ્રમુખ ડેન એન્ડ્રુઝે જણાવ્યું હતું કે કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે શરૂઆતમાં 2 બિલિયન ઑસ્ટ્રેલિયન ડૉલર (US$1.36 બિલિયન)નું બજેટ રાખવામાં આવ્યું હતું, પરંતુ તાજેતરના અંદાજ મુજબ આ ખર્ચ 7 બિલિયન ઑસ્ટ્રેલિયન ડૉલર (4.8 બિલિયન યુએસ ડૉલર) સુધી પહોંચી ગયો છે. તેમણે વધુમાં કહ્યું કે આ ખૂબ જ વધારે છે. મેં આ કામમાં ઘણા મુશ્કેલ નિર્ણયો લીધા છે. એક રમતનું આયોજન કરવા માટે 7 અબજ ડોલર. અમે એવું નથી કરી રહ્યા.
કોમનવેલ્થ ગેમ્સથી થનારા લાભ કરતાં ખર્ચ બમણો
ટ્વિટર પર આ નિર્ણયની પુષ્ટિ કરતા, ડેન એન્ડ્રુઝે કહ્યું કે કોમનવેલ્થ ગેમ્સ 2023 થી થનારા લાભ કરતાં થનારો ખર્ચ બમણો છે. વિક્ટોરિયા રાજ્ય છેલ્લી ઘડીએ યજમાન બનવા માટે સંમત થઈ ગયું, કારણ કે તેમને લાગ્યું કે તેનાથી પ્રવાસનને વેગ મળશે અને રમતગમતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો થશે.
સીઈઓએ કહી આ વાત
કોમનવેલ્થ ગેમ્સ ઓસ્ટ્રેલિયાના સીઈઓ ક્રેગ ફિલિપ્સે મેજબાની કરવાથી પીછેહઠ કરવાના વિક્ટોરિયન સરકારના નિર્ણયની આકરી ટીકા કરી છે. તેમણે આ નિર્ણયને એકદમ શરમજનક ગણાવ્યો હતો. એક નિવેદનમાં તેમણે કહ્યું કે અમે નિરાશ છીએ કે અમને ફક્ત આઠ કલાકની નોટિસ આપવામાં આવી હતી અને આ નિર્ણય પર પહોંચતા પહેલા સરકાર દ્વારા સંયુક્ત રીતે ઉકેલ શોધવા માટે પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે કોઈ વિચારણા કરવામાં આવી ન હતી.