Monday, March 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બાળકના જન્મ પૂર્વે જોવા મળતી પ્રસૂતાના ગર્ભાશયની ૧૦ સે.મી. ગાંઠની સફળ સર્જરી

aaspassdaily by aaspassdaily
2023-07-19 16:13:37
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

આરોગ્ય ક્ષેત્રે જવલ્લેજ જોવા મળતા જટિલ કિસ્સામાં ડોક્ટરની કુનેહ અને કુશળતાની પરીક્ષા લેવાતી હોય છે. હાલમાં પદ્મકુંવરબા હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં મહિલા અને બાળકની ઝીંદગી બચાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. ગાયનેક સર્જન ડો.પાર્થ હિરપરાના જણાવ્યા મુજબ ૩૨ વર્ષીય અનુરાધાબેન વિશાલકુમાર પ્રસૂતા મહિલાને ગર્ભાશયના મુખ પર બાળકના માથાના ભાગ નીચે ૧૦ સે.મી.ની ગાંઠ થયેલી. ગાંઠના લીધે બાળકના જન્મની સાથે ગાંઠનું ઓપરેશન કરવું જરૂરી હતું. આ સર્જરી ખુબ જ જોખમી હોઈ અનેક ખાનગી હોસ્પિટલ્સ દ્વારા તેઓને દાખલ કરવાની મનાઈ કરી હતી. જેથી તેઓ અહીં પદ્મકુંવરબા હોસ્પિટલમાં દાખલ થયેલા. ડો.હિરપરા આ સર્જરી અંગે વિગતે માહિતી આપતા જણાવે છે કે, બાળકને સિઝેરિયન દ્વારા જન્મ આપવાનું નક્કી કરવામાં આવ્યું. સિઝેરિયન દરમ્યાન ગાંઠના ભાગને સાઈડમાં કરી બાળકનો સુખરૂપ રીતે જન્મ કરાયો હતો. ત્યારબાદ સર્જરી દરમ્યાન લોહી ખુબ વહેવાની શક્યતા વચ્ચે ગર્ભાશયની ગાંઠની જટિલ સર્જરી પાર પાડી. હાલ માતા તેમજ બાળક બંને સ્વસ્થ છે. ડો. પાર્થ જણાવે છે કે, મોટાભાગે ૪૦ વર્ષ પછી મહિલાઓમાં ગર્ભાશયમાં આ પ્રકારની ફાઈબ્રોઈડ ગાંઠ થતી જોવા મળે છે ત્યારે તેઓનું ઓપરેશન કરી ગર્ભાશય બહાર કાઢી લેવામાં આવે છે. પરંતુ આ મહિલાના કિસ્સામાં તેઓનું પ્રથમ બાળક હોય ગર્ભાશય સલામત રહે તે મોટી જવાબદારી હતી. આ ઉપરાંત પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે (ટોટલ લેપ્રોસ્કોપિક હિસ્ટરેકટમી) દૂરબીન વડે કોથળી કાઢવાની અનેક સર્જરી કરી આપવામાં આવી હોવાનું ડો.પાર્થ જણાવે છે. પદ્મકુંવરબા હોસ્પિટલના અધ્યક્ષ ડો. તરીષા મર્ચન્ટના જણાવ્યા મુજબ સમગ્ર ગુજરાતમાં રાજકોટ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ગાયનેક વિભાગમાં પ્રથમ નંબરે રહેલી છે. રાજ્ય સરકાર દ્વારા ‘’સ્વસ્થ માતા સ્વસ્થ બાળ’’ અભિયાનને સાર્થક કરતી પદ્મકુંવરબા હોસ્પિટલની ટીમ સરાહનીય કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.

Previous Post

સેન્સર બોર્ડે OMG 2ની રિલીઝ અટકાવી? પંકજ ત્રિપાઠીએ તોડ્યું મૌન, ચાહકોને કરી આ અપીલ

Next Post

હાર્ટ એટેક-સ્ટ્રોકનું જોખમ ઘટશે અને હૃદય બનશે મજબૂત, રોજ ખાઓ આ 4 સુપરફૂડ

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ઓડિશામાં હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગથી ૧૦ના મોત

March 16, 2026
તાજા સમાચાર

બિહાર, હરિયાણા અને ઓડિશાની ૧૧ રાજ્યસભા બેઠક માટે આજે મતદાન

March 16, 2026
આંતરરાષ્ટ્રીય

દુબઈ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો : ઇંધણની ટાંકીમાં આગ

March 16, 2026
Next Post
હાર્ટ એટેક-સ્ટ્રોકનું જોખમ ઘટશે અને હૃદય બનશે મજબૂત, રોજ ખાઓ આ 4 સુપરફૂડ

હાર્ટ એટેક-સ્ટ્રોકનું જોખમ ઘટશે અને હૃદય બનશે મજબૂત, રોજ ખાઓ આ 4 સુપરફૂડ

ડેબ્યૂ કરતાની સાથે જ ઈશાન કિશન પાસેથી કેપ્ટન રોહિત શર્માએ માંગી સ્પેશિયલ ગિફ્ટ! જાણો શું છે આ બાબત

ડેબ્યૂ કરતાની સાથે જ ઈશાન કિશન પાસેથી કેપ્ટન રોહિત શર્માએ માંગી સ્પેશિયલ ગિફ્ટ! જાણો શું છે આ બાબત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.