અમદાવાદ શહેરમાં ઇસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં નવ લોકોના મોત થયા છે આ ઉપરાંત 13 જેટલા લોકો ઘાયલ થયા છે. ઇસ્કોન બ્રિજ પર એસયુવી કાર (થાર) અને ડમ્પર વચ્ચે ટક્કર થયા બાદ અકસ્માતને જોવા ઊભા રહેલા લોકોને જેગુઆર કારે કચડી નાંખ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે, જેગુઆર કાર આશરે 160ની પૂરપાટ સ્પીડે આવી હતી. આ સ્પીડે આવતી કારે પહેલો અક્સમાત જોનારા લોકોને કચડી નાંખ્યા હતા. આ લોકો 30 ફૂટ સુધી ફંગોળાયા હતા. આ અકસ્માતના 13 ઇજાગ્રસ્તોને સારવાર માટે સોલા સિવિલ અને સિમ્સ હોસ્પિટલ ખસેડાયા છે. હાલ તેઓની સારવાર ચાલી રહી છે.આ અકસ્માતના મૃતકોનાં પરિવારમાં આઘાત સાથે આક્રંદ છવાઇ ગયું છે.
મૃતકોનાં નામ
નિરવ રામાનુજ (ઉંમર- 22 -ચાંદલોડિયા)
અમન કચ્છી (ઉંમર 25 – સુરેન્દ્રનગર)
કૃણાલ કોડિયા (ઉંમર 23 વર્ષ – બોટાદ)
રોનક રાજેશભાઇ વિહલપરા (ઉંમર 23 – બોટાદ)
અરમાન અનિલ વઢવાનિયાં – (ઉંમર 21 સુરેન્દ્રનગર)
અક્ષર ચાવડા – (ઉંમર 21 બોટાદ)
ધર્મેન્દ્રસિંહ -40 વર્ષીય ઉંમર ટ્રાફિક SG2 પોલીસ સ્ટેશન,પોલીસકર્મી
નિલેશ ખટિક – ઉંમર 38 વર્ષીય, જીવરાજ પાર્ક હોમગાર્ડ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરજ