અમદાવાદ શહેરનો ઇસ્કોન બ્રિજ અકસ્માત ઝોન બની ગયો છે. ઇસ્કોન બ્રિજ પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. ઇસ્કોન બ્રિજ પર 4 કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. 4 કાર એકબીજા સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ બ્રિજ પર કારની લાંબી લાઈનો લાગી છે.
આ અંગેની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઇસ્કોન બ્રિજ પર 12 કલાકમાં અકસ્માતની ત્રીજી ઘટના બનતા બ્રિજને બંધ કરવામાં આવ્યો છે.