Saturday, March 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મહુવામાં ૪ કલાકમાં ૪ ઇચ વરસાદ સાથે સિઝનનો ૧૦૦ ટકા ક્વૉટા પૂર્ણ

સિહોરમાં પણ સિઝનનો સો ટકા પૂર્ણ : આજે ૧૨ વાગ્યા સુધીમાં તળાજામા ત્રણ કલાકમાં બે, પાલીતાણા, ઘોઘા અને સિહોરમાં એકથી દોઢ ઇંચ વરસાદ પડ્યો

aaspassdaily by aaspassdaily
2023-07-20 14:55:13
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર, તા.૨૦

ભાવનગર જિલ્લામાં આ વખતે મેઘરાજા રિજ્યા હોય તેમ હેત વરસાવી રહ્યા છે. ચોમાસાની સિઝન શરૂ થયાના એક મહિના જ જિલ્લાના બે તાલુકામાં સિઝનનો ૧૦૦% વરસાદ પઙી ગયો છે. જેના કારણે જળ સંકટનો આગામી દિવસોમાં સવાલ નહીં રહે તેવુ મનાઈ રહ્યું છે. આ ઉપરાંત અન્ય તાલુકાઓમાં પણ ૫૦થી ૮૦ ટકા વરસાદ નોધાઇ ગયો છે. આજે ગુરુવારે મહુવા પંથકમાં બપોર સુધીમાં ૪ કલાકમાં ૪ ઇચ વરસાદ પડ્યો હતો જેના કારણે સર્વત્ર પાણી ફરી વળ્યા હતા અને નદી, સરોવરમાં પુર જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. અને હજુ ધીમીધારે વરસાદ શરૂ છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં પાંચ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આપેલી આગાહીના પગલે ભાવનગર જિલ્લામાં ગઈકાલે બુધવારે અપાયેલા રેડ એલર્ટમાં વિવિધ તાલુકાઓમાં બેથી લઈને 6 ઇંચ સુધી ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં વલભીપુર પંથકમાં છ ઇંચ વરસાદ પડતા સર્વત્ર પાણી ફરી વળ્યા હતા અને હાઇવે પર પણ પાણી આવી જતા ભાવનગર અમદાવાદ રોડને વ્યાપક અસર થવા પામે છે અને ટ્રાફિક ખોરવાયો છે આગાહીના આજના દિવસે ગુરુવારે ભાવનગર જિલ્લાને ઓરેન્જ એલર્ટ અપાયું છે દરમિયાન મહુવા તાલુકામાં આજે સવારથી જ વરસાદી માહોલ વચ્ચ સવારે 8 થી 12 દરમિયાન ચાર કલાકમાં ચાર ઇંચ ધોધમાર વરસાદ પડી ગયો છે પરિણામે મહુવા તાલુકામાં વર્તમાન સીઝનનો સો ટકા વરસાદ પૂર્ણ થઈ જવા પામ્યો છે ચોમાસાની સિઝન શરૂ થઈને એક જ મહિનો થયો છે ત્યાં મહુવા પંથકમાં સીઝનનો સો ટકા વરસાદ થઈ જતા આગામી જળ સંકટ ટળ્યુ હોવાનું મનાઈ રહ્યું છે જોકે હજુ વરસાદના બે માસ બાકી હોય વધુ વરસાદ થવાની શકયતા નકારી શકાતી નથી. આજે ચાર કલાકમાં પડેલા ચાર ઇંચ વરસાદના કારણે મહુવામાં તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જ્યારે ગ્રામ્ય પંથકમાં પણ કફોડી પરિસ્થિતિનુ નિર્માણ થવા પામ્યૂ છે. નદીઓ બે કાઠે વહેતા પુર જેવી પરિસ્થિતિ સર્જાય છે.
ભાવનગર જિલ્લામાં સિહોર તાલુકો ચોમાસાની સિઝનના પ્રારંભ સાથેજ આગળ રહ્યો છે. આજે ગુરુવારે પણ સિહોરમાં બપોર સુધીમાં દોઢ ઇંચ વરસાદ પડતા અત્યાર સુધીમાં સિઝનનો સો ટકા વરસાદ થઈ જવા પામ્યો છે. આ ઉપરાંત આજે તળાજા પંથકમાં પણ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં બે ઇંચ વરસાદ પડયો છે. જ્યારે પાલીતાણા તથા પંથકમાં એક ઇચ વરસાદ પડયો છે. તેમજ અન્ય તાલુકાઓમાં જોરદાર ઝાપટાથી લઇને અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. આમ હવામાન વિભાગની આગાહીના પગલે ભાવનગર જિલ્લામાં મેઘરાજા બે દિવસથી સટાસટી બોલાવી રહ્યા છે.

Previous Post

મારા દીકરાને બહુ માર્યો હતો, : ઈસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલના પિતાએ બચાવ કર્યો

Next Post

કોહલી છે ‘વિરાટ’ રેકોર્ડના બેતાજ બાદશાહ, આજે મેદાન પર ઉતરતાની સાથે જ કરી દેશે આ કારનામુ

aaspassdaily

aaspassdaily

Related News

4,000થી વધુ લોકોના લાયસન્સ રદ્ કરવાનો ગૃહમંત્રીએ કર્યો હુકમ
તાજા સમાચાર

નાયબ મુખ્યમંત્રી – યુથ આઇકોન હર્ષ સંઘવી કાલે ભાવનગરમાં

February 13, 2026
તાજા સમાચાર

દંપતીને 15 વર્ષે સંતાન સુખ મળ્યું, 4 બાળકો જન્મ્યા પરંતુ કઠણાઇએ કેડો ન મુક્યો; આખરે સર ટી. હોસ્પિટલની ટીમ વ્હારે આવી

February 7, 2026
તાજા સમાચાર

ભાવનગરમાં આવી પડયો બે દિવસનો અણધાર્યો પાણી કાપ

February 4, 2026
Next Post
કોહલી છે ‘વિરાટ’ રેકોર્ડના બેતાજ બાદશાહ, આજે મેદાન પર ઉતરતાની સાથે જ કરી દેશે આ કારનામુ

કોહલી છે 'વિરાટ' રેકોર્ડના બેતાજ બાદશાહ, આજે મેદાન પર ઉતરતાની સાથે જ કરી દેશે આ કારનામુ

સોનું ફરી 60 હજારને પાર, ચાંદી પણ 78 હજાર રૂપિયાની નજીક, જાણો દિવાળી સુધી શું રહેશે ભાવ

સોનું ફરી 60 હજારને પાર, ચાંદી પણ 78 હજાર રૂપિયાની નજીક, જાણો દિવાળી સુધી શું રહેશે ભાવ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.