Saturday, March 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોહલી છે ‘વિરાટ’ રેકોર્ડના બેતાજ બાદશાહ, આજે મેદાન પર ઉતરતાની સાથે જ કરી દેશે આ કારનામુ

aaspassdaily by aaspassdaily
2023-07-20 15:27:27
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

આજે (20 જુલાઈ) વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચ રમવા જઈ રહી છે. ત્યારે આજે આ મેચમાં ઉતરીને કોહલી એક વિરાટ રેકોર્ડ બનાવી લેશે. ભારત માટે આ તેની 500મી મેચ હશે. આ સાથે તે પોતાના તાજમાં રેકોર્ડમાં વધુ એક રત્ન ઉમેરશે. ત્યારે જાણીએ કે કેવી રીતે શરૂ થઈ કોહલીની ક્રિકેટની સફર.

વિરાટ કોહલીનો જન્મ 5 નવેમ્બર 1988ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમણે રાજકુમાર શર્મા પાસેથી કોચિંગ લીધું અને ક્રિકેટની કળા શીખી. તેમના કોચ કહે છે કે કોહલી બાળપણથી જ પ્રતિભાથી ભરપૂર હતા. તેઓ બાળપણથી જ બીજા કરતા અલગ દેખાવા માંગતા હતા. કોહલી વર્ષ 2008માં દુનિયાની નજરમાં બધાની સામે અવાય, જ્યારે વર્ષ 2008માં તેમની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. તેમણે 15 વર્ષ પહેલા તેમની કેપ્ટનશિપની કુશળતા દુનિયાને બતાવી હતી.

IPLમાં એક જ ટીમથી રમી છે 16 સિઝન

વર્ષ 2008માં વિરાટ કોહલીને RCB ટીમે IPLમાં ખરીદ્યો હતો. તે વિશ્વનો એકમાત્ર એવો ખેલાડી છે જેણે એક જ ટીમ તરફથી IPLમાં સતત 16 સિઝન રમી હોય. મોટાભાગના ચાહકો RCBને સમર્થન આપે છે કારણ કે તેઓ કોહલીને પસંદ કરે છે. જો કોહલી બીજી ટીમ માટે રમી રહ્યો હોત તો ચાહકોએ તે ટીમને સમર્થન આપ્યું હોત.

વિરાટ કોહલીએ ભારતને અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પસંદગીકારોએ તેમને ટીમ ઈન્ડિયામાં સ્થાન આપીને તેમના સારા પ્રદર્શનનો બદલો આપ્યો. કોહલીએ ઓગસ્ટ 2008માં શ્રીલંકા વિરૂદ્ધ ભારત તરફથી વનડેમાં ડેબ્યૂ કર્યું. તેમણે 2010માં ટી20 અને 2011માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું. આ પછી, તેમણે આગામી દાયકા સુધી ક્રિકેટ જગત પર રાજ કર્યું. તેમણે મહત્ત્વના પ્રસંગો પર મોટી ઇનિંગ્સ રમી છે. એશિયા કપ 2012માં તેમણે પાકિસ્તાન સામે 183 રનની ઇનિંગ રમી હતી. ચેમ્પિયન્સ ટ્રોફી 2013ની ફાઇનલમાં 43 રન બનાવ્યા હતા. તે T20 વર્લ્ડ કપ 2014 અને 2016માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતા.

મહત્ત્વના પ્રસંગોએ ટીમ ઈન્ડિયાને જીતાડવાના કારણે જ તે ચાહકો માટે ચેઝ માસ્ટર બની ગયા. વિરોધી ટીમ ભલે ગમે તેટલો મોટો સ્કોર કરી લે, પરંતુ જ્યાં સુધી કોહલી ક્રિઝ પર છે ત્યાં સુધી ચાહકો જીતની અપેક્ષા રાખશે. કોહલીએ સચિનની જગ્યા લગભગ ભરી દીધી હતી. મેદાન પર તેમની ઉર્જા જોવા જેવી છે. તેમની ગણતરી વિશ્વના સૌથી ફિટ ખેલાડીઓમાં થાય છે. તે માત્ર વન-ડેમાં જ નહીં પરંતુ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સફળ રહ્યા છે અને કોઈપણ બેટ્સમેન માટે તે કરવું ખૂબ જ મુશ્કેલ કામ છે.

વિરાટના નામે છે આ મોટા રેકોર્ડ્સ

વિરાટ કોહલી એકમાત્ર એવા બેટ્સમેન છે જેમણે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં 100થી વધુ મેચ રમી છે. સચિન તેંડુલકર પછી ક્રિકેટ જગતમાં સૌથી વધુ સદી ફટકારનાર બીજા ખેલાડી છે. તેમણે 74 સદી ફટકારી છે. કોહલીએ ભારત માટે ટેસ્ટ મેચોમાં સૌથી વધુ 7 બેવડી સદી ફટકારી છે. તે જ સમયે, એક કેપ્ટન તરીકે, તે ભારત માટે સૌથી વધુ ટેસ્ટ મેચ જીતનાર ખેલાડી છે. કોહલીની કેપ્ટન્સીમાં ભારતે 40 ટેસ્ટ મેચ જીતી છે.

આ બેટ્સમેનોની યાદીમાં સામેલ થશે

વિરાટ કોહલીએ ભારત માટે અત્યાર સુધીમાં 499મી આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેણે 110 ટેસ્ટ, 274 વનડે અને 115 ટી20 મેચ રમી છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં તે પોતાની 500મી મેચ રમશે. તે ભારત માટે 500થી વધુ મેચ રમનાર ચોથો બેટ્સમેન બનશે. તે સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને મહેન્દ્ર સિંહ ધોનીની ક્લબમાં સામેલ થઈ જશે.

Previous Post

મહુવામાં ૪ કલાકમાં ૪ ઇચ વરસાદ સાથે સિઝનનો ૧૦૦ ટકા ક્વૉટા પૂર્ણ

Next Post

સોનું ફરી 60 હજારને પાર, ચાંદી પણ 78 હજાર રૂપિયાની નજીક, જાણો દિવાળી સુધી શું રહેશે ભાવ

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

March 20, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

March 20, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
Next Post
સોનું ફરી 60 હજારને પાર, ચાંદી પણ 78 હજાર રૂપિયાની નજીક, જાણો દિવાળી સુધી શું રહેશે ભાવ

સોનું ફરી 60 હજારને પાર, ચાંદી પણ 78 હજાર રૂપિયાની નજીક, જાણો દિવાળી સુધી શું રહેશે ભાવ

Truecaller એ લોન્ચ કર્યું AI આસિસ્ટન્સ ફીચર, મળશે 14 દિવસની ફ્રી ટ્રાયલ, હવે કોલ રિસિવ કરવાની જરૂર નહીં પડે

Truecaller એ લોન્ચ કર્યું AI આસિસ્ટન્સ ફીચર, મળશે 14 દિવસની ફ્રી ટ્રાયલ, હવે કોલ રિસિવ કરવાની જરૂર નહીં પડે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.