સ્વરાએ પ્રેગ્નેન્સીની જાહેરાત બાદ તેણે હવે બેબી બમ્પને ફ્લોન્ટ કરતો એક નવો વીડિયો શેર કર્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રીના ચહેરા પર પ્રેગ્નન્સીની ચમક સ્પષ્ટ દેખાઈ રહી છે. સ્વરાએ 5 મહિના પહેલા ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા હતા.
બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર હાલમાં પ્રેગ્નન્ટ છે અને આ ક્ષણને ખૂબ એન્જોય કરી રહી છે. અભિનેત્રીએ 6 જૂનના રોજ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેની પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. સ્વરા ભાસ્કર આ વીડિયોમાં મેકઅપ વગર જોવા મળે છે. તે ખુશીથી બેબી બમ્પ ફ્લોન્ટ કરી રહી છે. તેનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.
બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ફહાદ અહેમદ સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. જ્યારે તેણે લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી ત્યારે બધા ચોંકી ગયા હતા. અને લગ્નના પાંચ મહિના બાદ જ અભિનેત્રીએ પોતાની પ્રેગનન્સીની જાહેરાત પણ કરી દીધી હતી.
હવે પ્રેગ્નન્સીની જાહેરાત કર્યાના એક મહિના પછી સ્વરાએ પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતો એક વીડિયો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વર્ક ફ્રન્ટ પર, સ્વરા ‘નીલ બટ્ટે સન્નાટા’, ‘તનુ વેડ્સ મનુ’ અને ‘રાંઝણા’ જેવી ફિલ્મો માટે જાણીતી છે તે છેલ્લે વર્ષ 2020માં આવેલી ફિલ્મ ‘જહાં ચાર યાર’માં જોવા મળ્યો હતો. તે તેની આગામી ફિલ્મ ‘મિસિસ ફલાની’ની રિલીઝ માટે આતુર છે.