ભારત સામે પરાજય મેળવનારી વેસ્ટ ઈન્ડિઝની ટીમની હાલત બીજી મેચમાં પણ દયનીય જોવા મળી રહી છે. ભારતીય ટીમના બોલરોએ સફળતા અપાવી હતી. શરુઆતમાં વેસ્ટ ઈન્ડિઝે બીજી ટેસ્ટમાં સારી શરૂઆત કરી. પરંતુ પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા મુકેશ કુમારે મેકેન્ઝીને આઉટ કરીને ભારતને બીજી સફળતા અપાવી હતી.
વિન્ડીઝે બીજા દિવસનો અંતે એક વિકેટે 86 રન બનાવી લીધા હતા. બીજા દિવસે અણનમ પરત ફરેલા ક્રિક મેકેન્ઝીએ ત્રીજા દિવસની ચોથી ઓવરમાં સ્કોર 100 સુધી પહોંચાડ્યો હતો. દરમિયાન, 51મી ઓવરમાં પ્રથમ વખત અનુભવી રવિચંદ્રન અશ્વિનને સ્પિન આક્રમણ તરીકે આગળ મૂકવામાં આવ્યો હતો. અશ્વિન આ ઓવરમાં વધુ અસર છોડી શક્યો ન હતો, પરંતુ તેની કારકિર્દીની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા ઝડપી બોલર મુકેશ કુમારે આગામી ઓવરમાં મેકેન્ઝીને વિકેટકીપર ઈશાન કિશનના હાથે કેચ આઉટ કરાવીને વિન્ડીઝની ગતિ પર ચોક્કસપણે બ્રેક લગાવી દીધી હતી. મેકેન્ઝીએ બીજી વિકેટ માટે બ્રેથવેટ સાથે 47 રનની ભાગીદારી કરી હતી. જો કે મેકેન્ઝી આઉટ થતાની સાથે જ વરસાદ પડ્યો અને રમત રોકવી પડી.
બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં માત્ર ત્રણ દિવસમાં ભારત સામે પરાજય મેળવનારી વેસ્ટ ઈન્ડિઝની ટીમની હાલત બીજી મેચમાં પણ દયનીય છે. પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ રહેલી મેચના ત્રીજા દિવસે યજમાન ટીમે ભારતના પ્રથમ દાવના 438 રનના જવાબમાં પાંચ વિકેટે 229 રન બનાવ્યા છે. ભારત હજુ 209 રન આગળ છે. અલિક એથનાજે 37 અને જેસન હોલ્ડર 11 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા.