નેલ્લોર શહેરની એક સરકારી હોસ્પિટલમાં ઓકિસજનની કમીના કારણે 8 દર્દીઓના મોત નીપજયા છે સામે પક્ષે હોસ્પીટલનાં સતાધીશોનો દાવો છે કે દર્દીઓનાં મોત બિમારીથી થયા છે.
જાણવા મળતી વિગત મુજબ મૃતકનાં પરિવારજનોએ ઓકિસજનની કમીના માટે હોસ્પિટલનાં અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા છે. જયારે અધિકારીઓએ જણાવ્યુ છે કે, દર્દીઓના મોત ઓકિસજનની કમીથી નહિં, બિમારીથી થયા છે. તેમણે જણાવ્યું હતુ કે, હોસ્પિટલમાં ઓકિસજનના પુરવઠાની કોઈ કમી નથી. આ મામલે હોસ્પિટલનાં અધિક્ષકે જીલ્લા કલેકટરને એક રિપોર્ટ સોંપ્યો છે તેમાં દર્દીઓના મોત માટે ઓકિસજનની કમીનો ઈન્કાર કર્યો છે. મોતનું કોઈ બીજુ જ કારણ જણાવ્યું છે.