બુધવારે સવારથી દિલ્હી-NCRમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજધાની દિલ્હીમાં મંડી હાઉસથી રિંગ રોડ અને નોઈડાના ઘણા વિસ્તારોમાં વરસાદના કારણે રસ્તાઓ પાણી ભરાઈ ગયા છે.
કર્ણાટકના કેટલાક ભાગોમાં અચાનક પૂરની ચેતવણીને પગલે આજે જોખમી વિસ્તારોમાં આવેલી તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, તેલંગાણા અને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
આગામી ત્રણ દિવસ સુધી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગોવા સહિત 22થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. ઉત્તરાખંડમાં 600 કિલોમીટર લાંબા ઓલ-વેધર રોડમાંથી 250 કિમી પર ભૂસ્ખલનને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. બદ્રીનાથ, કેદારનાથ અને ગંગોત્રીમાં 10-15 હજારની જગ્યાએ રોજના માત્ર એક હજાર શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે.