ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી ODI વર્લ્ડ કપ મેચ ફરીથી શેડ્યૂલ થવાનો ખતરો છે. બંને ટીમ વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની છે. આ દિવસે નવરાત્રીનો તહેવાર પણ શરૂ થઈ રહ્યો છે તેને જોતા સુરક્ષા એજન્સીએ મેચની તારીખ અથવા સ્થળ બદલવાનું સૂચન કર્યું છે.
BCCI સેક્રેટરી જય શાહે આવતીકાલે એટલે કે ગુરુવારે જ સ્ટેટ એસોસિયેશન ઓફ વર્લ્ડ કપ વેન્યુની ઈમરજન્સી બેઠક બોલાવી છે. માનવામાં આવે છે કે મીટિંગમાં નવી મેચની તારીખ અથવા સ્થળ બદલવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.